સાબરકાંઠા SOG એ પોશીનામાંથી પ્રોહીબિશનના ગુનામાં આઠ મહિનાથી ફરાર આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપીને વધુ કાર્યવાહી માટે પોશીના પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.સાબરકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. પાર્થરાજસિંહ ગોહિલે વધુમાં વધુ ફરાર આરોપીઓને પકડી પાડવા સૂચના આપી હતી. આ સૂચનાના આધારે SOG સ્ટાફ ATS ચાર્ટર સંબંધિત કામગીરી માટે પેટ્રોલિંગમાં હતો.
પેટ્રોલિંગ દરમિયાન, SOG ટીમને પોશીના પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહીબિશનના ગુનાના ફરાર આરોપી શંકર ભગાભાઈ ચૌહાણ (ઉંમર- 22, રહે. મામાપીપળા, તા. પોશીના, જિ. સાબરકાંઠા) અંગે ખાનગી બાતમી મળી હતી.બાતમીના આધારે, આરોપી શંકર ચૌહાણને પોશીના ગોયા નાકાથી પોશીના બજાર તરફ જતા રોડ પરથી ઝડપી પાડવામાં આવ્યો હતો. તેની ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-2023 ની કલમ-35 (1) (J) મુજબ અટકાયત કરવામાં આવી છે.

