સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના આગીયોલ ગામે શનિવારે એક મોટો અજગર જોવા મળ્યો. કેનાલ નજીકથી પસાર થતા રાહદારીની નજરે પડેલા આ સરીસૃપની લંબાઈ 10 ફૂટથી વધુ હતી. રાહદારીએ અજગર જોતાં જ બૂમાબૂમ કરી મૂકી. આ અવાજ સાંભળી આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા. સ્થાનિક જીવદયા પ્રેમીઓએ અન્ય યુવકોની મદદથી અજગરને સુરક્ષિત રીતે પકડ્યો. જીવદયા પ્રેમીઓએ અજગરને પ્લાસ્ટિકની બેગમાં રાખ્યો. ત્યારબાદ તેને ગામની બહાર આવેલા નદી કિનારાના જંગલ વિસ્તારમાં લઈ જવામાં આવ્યો. અહીં અજગરને સુરક્ષિત રીતે મુક્ત કરવામાં આવ્યો.
સાબરકાંઠા; અગીયોલ ગામે અજગર નજરે પડતાં ફફડાટ સુરક્ષિત રીતે મુક્ત કરવામાં

ટેગ્સ:#Sabarkantha District#Himmatnagar Taluka#Wildlife Protection#Python Sighting#Human-Wildlife Interaction#Reptile Rescue#Safe Animal Release#Forest Area Release#Agiyol Village
સંબંધિત સમાચાર
સાબરકાંઠાસાબરકાંઠા LCBની મોટી સફળતા: હત્યાનો ગુનેગાર જેલના સળિયા પાછળ; 3 વર્ષ બાદ જંગલમાંથી ઝડપાયો
2 દિવસ પહેલા
સાબરકાંઠાહિંમતનગરમાં આઈપીએલ પર સટ્ટાબાજીનું નેટવર્ક ઝડપાયું, પોલીસે ₹20 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો
2 દિવસ પહેલા
સાબરકાંઠાસાબરકાંઠાના બડોલની સીમમાં ડ્રોન સ્ટ્રાઈક : SOGએ ખેતરમાંથી ₹10 લાખનો ગાંજો ઝડપ્યો
5 દિવસ પહેલા
સાબરકાંઠાહિંમતનગરમાં આકાશી આફત : ભારે પવન અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ
1 અઠવાડિયા પહેલા
