સાબરકાંઠા જિલ્લા ભાજપ દ્વારા સોમવારે 36 સભ્યોની નવી સંગઠનાત્મક ટીમની જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાત લાંબા સમયથી પ્રતીક્ષામાં હતી. પ્રદેશ પ્રમુખની જાહેરાત બાદ ફરીથી કવાયત હાથ ધરવામાં આવી હતી. નવી ટીમમાં ઉપપ્રમુખ, મહામંત્રી, મંત્રી, કોષાધ્યક્ષ, કાર્યાલય મંત્રી, સોશિયલ મીડિયા વિભાગ, આઈટી વિભાગ અને મીડિયા વિભાગના હોદ્દેદારોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, યુવા મોરચા, મહિલા મોરચા, બક્ષીપંચ મોરચા, કિસાન મોરચા, અનુસૂચિત જાતિ મોરચા, અનુસૂચિત જનજાતિ મોરચા અને લઘુમતી મોરચાના પ્રમુખ અને મહામંત્રીઓની પણ નિમણૂક કરવામાં આવી છે. જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, સાબરકાંઠા જિલ્લા ભાજપમાં 8 ઉપપ્રમુખ, 3 મહામંત્રી, 8 મંત્રી, એક કોષાધ્યક્ષ અને એક કાર્યાલય મંત્રીની નિમણૂક કરાઈ છે. વિવિધ મોરચા અને વિભાગોમાં પણ પ્રમુખ અને મહામંત્રીઓની નિમણૂક કરવામાં આવી છે. સંગઠનની નવી ટીમ જાહેર થતાં કાર્યકર્તાઓ દ્વારા નવનિયુક્ત પદાધિકારીઓને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
સાબરકાંઠા જિલ્લા ભાજપ દ્વારા 36 સભ્યોની નવી સંગઠનાત્મક ટીમની જાહેરાત

સંબંધિત સમાચાર
સાબરકાંઠાસાબરકાંઠા LCBની મોટી સફળતા: હત્યાનો ગુનેગાર જેલના સળિયા પાછળ; 3 વર્ષ બાદ જંગલમાંથી ઝડપાયો
2 દિવસ પહેલા
સાબરકાંઠાહિંમતનગરમાં આઈપીએલ પર સટ્ટાબાજીનું નેટવર્ક ઝડપાયું, પોલીસે ₹20 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો
2 દિવસ પહેલા
સાબરકાંઠાસાબરકાંઠાના બડોલની સીમમાં ડ્રોન સ્ટ્રાઈક : SOGએ ખેતરમાંથી ₹10 લાખનો ગાંજો ઝડપ્યો
5 દિવસ પહેલા
સાબરકાંઠાહિંમતનગરમાં આકાશી આફત : ભારે પવન અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ
1 અઠવાડિયા પહેલા
