રખેવાળ
બ્રેકિંગ
ગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગીગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગી
સાબરકાંઠા19 ફેબ્રુઆરી, 2026| Super Admin

સાબરકાંઠા ભાજપે વિધાનસભા સીટના ઈન્ચાર્જ અને સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી માટે 14 મંડળના પ્રભારી અને સહપ્રભારી યાદી જાહેર

સાબરકાંઠા ભાજપે વિધાનસભા સીટના ઈન્ચાર્જ અને સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી માટે 14 મંડળના પ્રભારી અને સહપ્રભારી યાદી જાહેર

સાબરકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક આવી રહી છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) દ્વારા સંગઠનાત્મક કાર્યવાહીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જિલ્લા ભાજપ દ્વારા વિધાનસભા બેઠકોના ઈન્ચાર્જ અને 14 મંડળના પ્રભારી-સહપ્રભારીની નિમણૂક કરવામાં આવી છે. આગામી સમયમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને કેટલીક નગરપાલિકાઓની ચૂંટણીઓ યોજાવાની છે. આ ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને પ્રદેશ ભાજપના આદેશ મુજબ નિમણૂકો કરાઈ છે. સાબરકાંઠા ભાજપના પ્રમુખ કનુ પટેલના જણાવ્યા અનુસાર, જિલ્લાની ચારેય વિધાનસભા બેઠકો માટે ઈન્ચાર્જની નિમણૂક કરાઈ છે. જેમાં ખેડબ્રહ્મા બેઠક માટે કનૈયાલાલ પટેલ, હિંમતનગર માટે પ્રેમલ દેસાઈ, ઈડર માટે ગણપતસિંહ ઝાલા અને પ્રાંતિજ વિધાનસભા બેઠક માટે બિપીન ઓઝાને જવાબદારી સોંપવામાં આવી છે. મંડળોમાં હિંમતનગર શહેર માટે પ્રભારી તરીકે પ્રવિણસિંહ રહેવર અને સહપ્રભારી તરીકે ગીતાબેન પટેલની નિમણૂક કરાઈ છે. હિંમતનગર તાલુકાના પ્રભારી ગોપાલસિંહ રાઠોડ રહેશે. ઈડર શહેર માટે યતિનીબેન મોદી પ્રભારી અને અંબિકાબેન સુથાર સહપ્રભારી બન્યા છે, જ્યારે ઈડર તાલુકાના પ્રભારી કમલેશ બારોટ છે. વડાલી શહેરમાં મયુર શાહ પ્રભારી અને મીનાક્ષીબેન ગઢવી સહપ્રભારી તરીકે સેવા આપશે. વડાલી તાલુકાના પ્રભારી સુરેશભાઈ પટેલ અને સહપ્રભારી પ્રજ્ઞાબેન પટેલની પસંદગી કરાઈ છે. ખેડબ્રહ્મા શહેરના પ્રભારી રવિન્દ્ર બારોટ છે, જ્યારે તાલુકાના પ્રભારી લકેશભાઈ સોલંકી અને સહપ્રભારી કપિલાબેન ખાંટ છે.      

સંબંધિત સમાચાર