બનાસકાંઠા એલ.સી.બી. પોલીસે ડીસા શહેરના કાપડીવાસ વિસ્તારમાં બાતમીના આધારે દરોડો પાડી જુગાર રમતા ચાર શખ્સોને રંગેહાથ ઝડપી પાડ્યા છે. પોલીસે સ્થળ પરથી રોકડ રકમ અને મોબાઈલ સહિત કુલ રૂ. ૧૯,૫૮૦/- નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. એલ.સી.બી. પાલનપુરનો સ્ટાફ ડીસા શહેર વિસ્તારમાં પ્રોહિબિશન અને જુગાર અંગે પેટ્રોલીંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે, ડીસાના કાપડીવાસ વ્હોળા વિસ્તારમાં બાવળના ઝાડ નીચે ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો ગંજીપાના વડે તીન પત્તીનો હાર-જીતનો જુગાર રમી રહ્યા છે. પોલીસે ત્વરિત કાર્યવાહી કરી રેડ પાડતા જુગારધામમાં અફરાતફરી મચી ગઈ હતી.જેમાં જયેશભાઇ અંબાલાલ દેવીપુજક (રહે. કાપડીવાસ, ડીસા), પ્રવિણભાઇ રૂપાભાઇ દેવીપુજક (રહે. ગંજીપુરા ગવાડી, ડીસા), હરેશભાઇ કાંતીભાઇ માળી (રહે. રાજપુર ચાર રસ્તા, ડીસા) અને ગોરધનભાઇ ગણેશભાઇ ઠાકોર (રહે. ચાવડીવાસ, ડીસા) ઝડપાઇ ગયા હતા જ્યારે સંજયભાઇ ધર્માભાઇ દેવીપુજક (રહે. નવાવાસ, ડીસા) અને સોયબ સીદઅહેમદ કુરેશી (રહે. ગવાડી, ડીસા) ફરાર થઇ ગયા હતા. આ કામગીરીમાં એલ.સી.બી. પી.આઈ. એ.વી. દેસાઈ, પી.એસ.આઈ. પી.એલ. આહિર તથા સ્ટાફના અમરતભાઇ અને જયપાલસિંહ જોડાયા હતા. ડીસા શહેર દક્ષિણ પોલીસ સ્ટેશનમાં જુગારધારા કલમ-૧૨ મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
ડીસામાં કાપડીવાસ વ્હોળામાં ચાલતા જુગારધામ પર રેડ, ૪ શખ્સો ઝડપાયા

સંબંધિત સમાચાર
બનાસકાંઠાબનાસકાંઠા ચૂંટણી 2026: 1128 ઉમેદવારો મેદાનમાં, ભાજપ-કોંગ્રેસ અને AAP વચ્ચે મહામુકાબલો
9 કલાક પહેલા
બનાસકાંઠાડીસાના ગેનાજી ગોળીયામાં દૂધની મંડળીમાં જ 'દૂધનું દૂધ અને પાણીનું પાણી', ટેસ્ટર દૂધ ચોરતા ઝડપાયો
9 કલાક પહેલા
બનાસકાંઠાભાભરમાં ચૂંટણી બહિષ્કાર : નેતાઓ માટે નો-એન્ટ્રી! ગંદા પાણીના પ્રશ્ને રહીશોનો મિજાજ ફાટ્યો
10 કલાક પહેલા
બનાસકાંઠાડીસામાં પોલીસને મોટી સફળતા : ચોરીની શંકાસ્પદ ઈકો ગાડી સાથે એક ઈસમ ઝડપાયો
1 દિવસ પહેલા
