ડીસા તાલુકાના ચંદાજી ગોળીયા, મોરથલ ગોળીયા તેમજ આસપાસના ગામના લોકો દ્વારા આજે સિપુ નદી કિનારે ચાલતી રેતીની લીઝ તાત્કાલીક બંધ કરવામાં આવે તેવી માંગ કરી હતી અને જો આ લીજ બંધ નહીં થાય તો ખૂબ મોટા પ્રમાણમાં ખેડૂતોને નુકશાન થસે અને આ મામલે પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું. બન્ને ગામ એ સિપુ અને બનાસ નદી વચ્ચે આવેલા છે. અને ચોમાસા દરમિયાન અતિભારે વરસાદના કારણે અવાર નવાર પુર આવે તે સમયે પાણીની વધુ પડતી આવક થાય ત્યારે અમારા ગામ અને ખેતીની જમીનોમાં પાણી આવતા જમીન ધોવાઈ જતા ખેતીના પાકને અતિશય નુકશાન થાય છે. છેલ્લે જ્યારે ૨૦૧૭ ની સાલમાં અમારા ગામમાં પુરના પ્રકોપથી નદી કાંઠે રહેતા ખેડૂતોના ઉભા પાક, ફળદ્રુપ જમીનો સાથે ઢોર-ઢાંખર, મકાનો નદીમાં તણાઈ જવાથી મોટુ નુકશાન થયું હતું અને સરકારે ગંભીર નોંધ લઈ તેમજ આ ગામોનો સી.એમ. ધારાસભ્ય તથા કલેકટરે સ્થળની મુલાકાત લઈ ગ્રામજનોને બચાવવા આશ્વાસન આપેલ તેમજ ચંદાજી ગોળીયા ગામ નદી કાંઠે વહેણ બનેલ તથા સુરક્ષા દિવાલ મંજુર કરેલ એ દિવાલ બનાવવાની હજુ બાકી છે. વધુમાં છેલ્લા કેટલાય સમયથી સીપુ નદીનું વહેણ છે.






