રખેવાળ
સોના-ચાંદીના ભાવમાર્કેટ યાર્ડના ભાવઈ-પેપર
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
ગુજરાત| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

ભાવનગરમાં સમાધાન માટે બોલાવીને એક યુવકની કારની ટક્કર મારીને નિર્મમ હત્યા કરવામાં આવી


એક વર્ષ પહેલા ફોટા પાડવા બાબતે યુવકને થયો હતો ઝઘડો

(જી.એન.એસ) તા. 24

ભાવનગર,

ભાવનગરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં એક વર્ષ અગાઉના એક જુના ઝઘડાની અદાવત રાખીને ચાર શખ્સોએ એક યુવકને સમાધાન કરવું છે તેમ કહીને મળવા બોલાવ્યો અને પછી યુવક સાથે મારામારી કરી હતી. જોકે, યુવકે બાઈક લઈને ભાગવાનો પ્રયાસ કર્યો તો તેને કારની ટક્કર મારીને મોતને ઘાટ ઉતારી દેવાયો હતો. સમગ્ર ઘટના મામલે વરતેજ પોલીસ સ્ટેશનમાં ચાર શખ્સ વિરૂદ્ધમાં હત્યાનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મીડિયા સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ભાવનગરના હાદાનગર વેલનાથ ચોક ખાતે રહેતા હાર્દિક ઉર્ફે ટિન્ચો અશોકભાઈ કુકડિયા (ઉં.વ.19) નામના યુવકને એક વર્ષ પહેલા દિનેશ ગોહેલ નામના વ્યક્તિ સાથે ઝઘડો થયો હતો. સમગ્ર મામલે દિનેશે તેના મિત્રો યોગેશ વેગડ, હરેશ ઉર્ફે ભાકો ગોવીંદભાઈ, સંજય સાથે મળીને હાર્દિકને સમાધાન માટે બોલાવીને મારામારી કરી હતી. 

સમાધાન માટે બોલાવ્યા બાદ મારામારી થતાં હાર્દિકે બાઈક લઈને ઘટનાસ્થળેથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન દિનેશે કારથી ટક્કર મારતા હાર્દિકને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. જ્યારે સમાધાન કરવા માટે હાર્દિક સાથે ગયેલા લોકો સાથે પણ આરોપીઓએ મારામારી કરીને જાનથી મારી નાખવાની કોશિશ કરી હોવાનો પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે. 

સમગ્ર ઘટનામાં હાર્દિકને ગંભીર ઈજા થતાં સારવાર અર્થે સર ટી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. આ મામલે ચાર શખ્સ વિરૂદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી છે. 



Source link
Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર