(લોક રખેવાળ) વિશ્વ હિન્દુ પરિષદ પાલનપુર નગર પ્રખંડના ઉપક્રમે ગરબા મંડળના આયોજકો સાથે એક બેઠક યોજાઇ હતી. જેમાં વિશ્વ હિન્દુ પરિષદના પદાધિકારીઓ દ્વારા હિન્દુ ધર્મની પરંપરા મુજબ ગરબાનું આયોજન થાય તે હેતુસર માર્ગદર્શન અપાયુ હતું. નવરાત્રિ પર્વને હવે થોડાક દિવસો બાકી રહ્યા છે. ત્યારે ધાર્મિક પરંપરા મુજબ હિન્દુ ધર્મની આસ્થા જળવાય તેમજ પશ્ચિમી સંસ્કૃતિથી દૂર રહી અને માતાજીની નવરાત્રી ખૂબજ સારી રીતે ઉજવાય તે હેતુસર પાલનપુર નગર પ્રખંડના ઉપક્રમે ગરબા મંડળના આયોજકો સાથે એક બેઠક યોજાઇ હતી જેમાં નવરાત્રિ માં ભારતીય સંસ્કૃતિ મુજબ ગરબાનું આયોજન થાય તે માટે વિશ્વ હિન્દુ પરિષદના પદાધિકારી ઓ દ્વારા માર્ગદર્શન અપાયું હતું. જેમાં ગરબા મંડળના અયોજકો તેમજ સભ્યોએ પણ સહકાર આપવા માટે સંમતિ દર્શાવી હતી. આ બેઠકમાં વિશ્વ હિન્દુ પરિષદ ના જિલ્લા અધ્યક્ષ, જિલ્લા મંત્રી, જિલ્લા સહમંત્રીઓ, વિભાગ મંત્રી, નગર અધ્યક્ષ, નગર સહ મંત્રી સહિત ગરબા મંડળના આયોજકો ઉપસ્થિત રહ્યા હતા.
વિશ્વહિન્દુ પરિસદ પાલનપુર નગર પ્રખંડ દ્વારા ગરબા મંડળના આયોજકો સાથે બેઠક યોજાઇ

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#Banaskantha District#Palanpur City#Hindu traditions#Vishwa Hindu Parishad#Navratri Celebrations#Cultural Guidance#Preservation of Faith#Indian Cultural Values#Garba Mandal Coordination#Navratri Festival Planning#Traditional Garba Organization#Palanpur Nagar Chapter
સંબંધિત સમાચાર
બનાસકાંઠાકાંકરેજ તાલુકાના સરપંચોનું શિહોરી ખાતે સ્નેહમિલન યોજાયું; ૨૧ પડતર પ્રશ્નોને લઈને તંત્રને આવેદનપત્ર અપાયું
1 દિવસ પહેલા
બનાસકાંઠાડીસા કોર્ટે ફટકારી સજા: ઉછીના નાણાં પરત ન આપનાર નાની ભાખરના શખ્સને 1 વર્ષની કેદ
2 દિવસ પહેલા
બનાસકાંઠાડીસામાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી: રિસાલા બજારમાંથી રૂ. ૫ લાખથી વધુની કિંમતનો ૫૫ પેટી શંકાસ્પદ નકલી ઘીનો જથ્થો સીઝ કરાયો
2 દિવસ પહેલા
બનાસકાંઠાશિહોરી કોર્ટનો ચુકાદો: ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની જેલ અને રૂ. 80.10 લાખનો દંડ
3 દિવસ પહેલા
