રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા11 સપ્ટેમ્બર, 2026| Super Admin

ડીસા તાલુકા ખરીદ વેચાણ સંઘના ચેરમેન અને વાઇસ ચેરમેનની બિનહરીફ વરણી

ડીસા તાલુકા ખરીદ વેચાણ સંઘના ચેરમેન અને વાઇસ ચેરમેનની બિનહરીફ વરણી

ડીસા તાલુકા ખરીદ વેચાણ સંઘના ચેરમેન અને વાઇસ ચેરમેન પદ માટેની ચૂંટણી આજે નાયબ કલેક્ટરના અધ્યક્ષ સ્થાને યોજાઈ ગઈ હતી. જેમાં ભાજપના મેન્ડેટ મુજબ ચેરમેન તરીકે ડીસા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ઉકાજી ઠાકોર અને વાઇસ ચેરમેન તરીકે યુવા ડિરેક્ટર અરવિંદ દેસાઈની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે.​તાલુકા ખરીદ વેચાણ સંઘની આ મહત્ત્વની ચૂંટણીને લઈને ભાજપ પ્રદેશ સંગઠન દ્વારા ચેરમેન અને વાઇસ ચેરમેન નામો અંગેનો મેન્ડેટ જાહેર કરવામાં આવ્યો હતો. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ભાજપ દ્વારા આપવામાં આવેલ મેન્ડેટ મુજબ જ દાવેદારોએ ઉમેદવારી નોંધાવતા ચૂંટણી અધિકારી અને નાયબ કલેક્ટરની હાજરીમાં બંને હોદ્દેદારોને બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.

આ પ્રંસગે પૂર્વ ધારાસભ્ય શશિકાન્ત પંડ્યા, પ્રતિકભાઈ પઢીયાર, વિપુલભાઈ દવે, સુમેરસીહ વાઘેલા સહિત ભાજપ હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા. આજે ​ચેરમેન પદે ચૂંટાયેલા ઉકાજી ઠાકોર અને વાઇસ ચેરમેન અરવિંદ દેસાઈની વરણી થતાં જ ખરીદ વેચાણ સંઘના હોલ ખાતે સહકારી ક્ષેત્રના આગેવાનો અને ભાજપના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ઉપસ્થિત આગેવાનોએ બંને નવનીયુક્ત હોદ્દેદારોને પુષ્પગુચ્છ આપી મોં મીઠું કરાવી અભિનંદન પાઠવ્યા હતા.​આ પ્રસંગે નવનિયુક્ત ચેરમેન ઉકાજી ઠાકોર અને વાઇસ ચેરમેન અરવિંદ દેસાઈએ સંઘના માધ્યમથી તાલુકાના ખેડૂતો અને સહકારી ક્ષેત્રના હિતમાં પારદર્શકતાથી કામ કરવાની ખાતરી આપી હતી.

ટેગ્સ:#Banaskantha#Deesa

સંબંધિત સમાચાર