રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | ભાભર

બનાસકાંઠા જિલ્લાની દિયોદર, ભાભર અને કાંકરેજ આઈ.ટી.આઈ. ખાતે ત્રિદિવસીય ધ્યાન કાર્યક્રમ યોજાયો

બનાસકાંઠા જિલ્લાની દિયોદર, ભાભર અને કાંકરેજ આઈ.ટી.આઈ. ખાતે ત્રિદિવસીય ધ્યાન કાર્યક્રમ યોજાયો
તાલીમાર્થીઓને ધ્યાનના માધ્યમથી સંતુલિત જીવન માટે માર્ગદર્શન આપવામાં આવ્યું; બનાસકાંઠા જિલ્લામાં ગુજરાત સરકાર અને હાર્ટ ફુલનેસ સંસ્થાના સંયુક્ત ઉપક્રમે દિયોદર, ભાભર અને કાંકરેજ તાલુકામાં આવેલ ઔદ્યોગિક તાલીમ સંસ્થા (આઈ.ટી.આઈ.) ખાતે ત્રિદિવસીય ધ્યાનસત્રોનું આયોજન કરવામાં આવ્યું હતું. દૈનિક જીવનમાં વિદ્યાર્થીઓ તણાવનું પ્રબંધન કરીને જીવન કૌશલ્ય વિકસાવી શકે એ ઉદ્દેશ્યથી ધ્યાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. હાર્ટ ફુલનેસ સંસ્થાના સર્ટિફાઇડ ટ્રેનર્સ દ્વારા તારીખ 24, 25 અને 26 માર્ચ દરમિયાન જિલ્લામાં દિયોદર, ભાભર અને કાંકરેજ ખાતે આવેલ આઈ.ટી.આઈ.માં વિવિધ ટ્રેડમાં અભ્યાસ કરતા તાલીમાર્થીઓને ત્રણ દિવસ સુધી હૃદય આધારિત ધ્યાન પદ્ધતિ શીખવવામાં આવી હતી. તાલીમાર્થીઓને ધ્યાનની સાથે સાથે આંતરિક શુદ્ધિકરણ અને પ્રાર્થના-ધ્યાનનો અભ્યાસ કરાવી પ્રશિક્ષિત કરવામાં આવ્યા હતા. ત્રિદિવસીય સત્રોમાં વિદ્યાર્થીઓને વિઝડમ આધારિત નોલેજ અને બાયો-ચાર આધારિત કૃષિ પદ્ધતિ અંગે પણ તલસ્પર્શી સમજણ આપવામાં આવી હતી.
Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર