રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | પાલનપુર

પાલનપુરમાં પશ્ચિમ બંગાળમાં ભીષણ હિંસાના વિરોધમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આવેદનપત્ર પાઠવાયું

પાલનપુરમાં પશ્ચિમ બંગાળમાં ભીષણ હિંસાના વિરોધમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આવેદનપત્ર પાઠવાયું
હિંસા રોકવામાં મમતા સરકાર નિષ્ફળ જતા રાષ્ટ્રપતિ શાસન લગાવવાની માંગ કરાઈ : કેન્દ્ર સરકાર દ્વારા વકફ બોર્ડના કાયદામાં સુધારો કરતું બિલ પાસ કરવામાં આવ્યા બાદ પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્ર વિરોધી તત્વો દ્વારા હિંસા ફેલાવવામાં આવી રહી છે. જેમાં હિન્દુઓ પર અત્યાચાર ગુજારવામાં આવી રહ્યો હોવા છતાં અહીની મમતા સરકાર હિંસા રોકવામાં નિષ્ફળ રહેતા પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરી હિંસા ફેલાવનાર તત્વોને કડક સજા કરવાની માંગ સાથે પાલનપુરમા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જિલ્લા કલેકટરની કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. કેન્દ્ર સરકાર દ્વારા વકફ બોર્ડના કાયદામાં સુધારો કરતું બિલ સંસદમાં ઉપલા અને નીચલા બન્ને ગૃહમાં પસાર કરવામાં આવ્યા બાદ બંગાળમાં રાષ્ટ્ર વિરોધી તત્વો દ્વારા મૂર્શીદાબાદથી ભડકાવવામાં આવેલ હિંસા સમગ્ર રાજ્યમાં ફેલાઈ છે .જેમાં હિન્દુઓના મકાનો સળગાવી દઇ તેમને બંગાળ છોડવા અમાનુષી અત્યાચાર ગુજારવામાં આવી રહ્યો છે. જ્યાં પરિસ્થિત દિન પ્રતિદિન વિસમ બની રહી છે. તેમ છતાં અહીની મમતા બેનરજીની સરકાર દ્વારા વોટબેંકને સાચવવા માટે હિંસાને રોકવા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં ન આવતા સમગ્ર દેશમાં રોષ ફેલાયો છે. ત્યારે બંગાળમાં હિંસાની પરિસ્થિતિ પર અંકુશ મેળવવા માટે રાષ્ટ્રપતિ શાસન લાગુ કરી હિંસા ફેલાવનાર દેશ વિરોધી તત્વોને કડકમાં કડક સજા કરવાની માંગ સાથે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રાષ્ટ્રપતિને સંબોધતું આવેદનપત્ર પાલનપુર કલેકટર કચેરીએ પાઠવવામાં આવ્યું હતું.
Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર