રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા · અપડેટ: | રખેવાળ ન્યૂઝ ડેસ્ક

બાળકોને ચારિત્ર્યના પાઠ ભણાવતો શિક્ષક જ નીકળ્યો હનીટ્રેપનો મુખ્ય સૂત્રધાર..!

બાળકોને ચારિત્ર્યના પાઠ ભણાવતો શિક્ષક જ નીકળ્યો હનીટ્રેપનો મુખ્ય સૂત્રધાર..!

સરકારી શાળાના શિક્ષકને બાલારામના જંગલમાં હનીટ્રેપમાં ફસાવી ₹5 લાખની ખંડણી માગ્યાનો આરોપ

LCBએ ત્રણ આરોપીને ઝડપી પાડ્યા

દાંતા પંથકની એક સરકારી શાળામાં ફરજ બજાવતા શિક્ષકને હનીટ્રેપમાં ફસાવી બળાત્કારના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી રૂ.5 લાખની ખંડણી માગવાના ચકચારી પ્રકરણનો પાલનપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે. પોલીસે આ ગુનાના મુખ્ય સૂત્રધાર સહિત ત્રણ આરોપીઓને ઝડપી પાડી વધુ કાર્યવાહી માટે પાલનપુર શહેર પૂર્વ પોલીસ મથકને સોંપ્યા છે.

પોલીસના જણાવ્યા મુજબ, પાલનપુરના અલીગઢના વતની અને અગાઉ પાલનપુરની ખાનગી શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા તથા હાલમાં દાંતા પંથકની સરકારી શાળામાં ફરજ બજાવતા ફરિયાદી શિક્ષકને તેમના અગાઉના સહ શિક્ષક મહેબૂબખાન ઇસબ ખાન બલોચે અન્ય આરોપીઓ સાથે મળી ગુનાહિત કાવતરું રચી હનીટ્રેપમાં ફસાવવાનું નક્કી કર્યું હતું.

આ કાવતરાના ભાગરૂપે એક મહિલા આરોપી મારફતે ફરિયાદી શિક્ષકને બાલારામ નજીકના જંગલ વિસ્તારમાં બોલાવવામાં આવ્યા હતા. ફરિયાદી ત્યાં પહોંચ્યા બાદ અન્ય આરોપીઓ ઇકો કારમાં ત્યાં આવી પહોંચ્યા હતા અને ફરિયાદીને બળાત્કારના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી રૂ.5 લાખની ખંડણી માગી હતી. ફરિયાદી પાસેથી રોકડ તથા ઓનલાઈન વ્યવહાર મારફતે કુલ રૂ.1.15 લાખ પડાવી લીધા હોવાનો પોલીસનો દાવો છે. આ સમગ્ર મામલે પાલનપુર શહેર પૂર્વ પોલીસ મથકમાં BNSની કલમ 308(2), 308(6), 308(7), 61(2)(એ) અને 351(3) હેઠળ ગુનો નોંધાયો છે.

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#Banaskantha

સંબંધિત સમાચાર