રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
ગુજરાત1 માર્ચ, 2026| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

સુરત ક્રાઇમ બ્રાન્ચે ઉત્તર પ્રદેશથી આંતરરાજ્ય ઘરફોડ ચોરી કરતી ગેંગના બે રીઢા આરોપીઓની ધરપકડ કરી


(જી.એન.એસ) તા. ૧

સુરત,

ઘરફોડ ચોરી ના ગુનાઓ ઉકેલવામાં સુરત પોલીસની ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે જેમાં, ઉત્તર પ્રદેશના જૌનપુરથી આંતરરાજ્ય ઘરફોડ ચોરી કરતી ગેંગના બે રીઢા આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. પકડાયેલા આરોપીઓએ સિંગણપોર વિસ્તારમાં આવેલી ‘બ્લ્યુબેલ જવેલ્સ’ અને મહિધરપુરામાં ચોરીની ઘટનાઓને અંજામ આપ્યો હતો. પોલીસે આરોપીઓ પાસેથી હીરા જડિત સોના-ચાંદીના દાગીના, મોજેનાઇટ ડાયમંડ, પલ્સર બાઇક અને રોકડ રકમ મળીને કુલ રૂ.11,73,000નો મુદ્દામાલ કબજે કર્યો છે.

પોલીસ દ્વારા ધરપકડ કરાયેલા આરોપીઓમાં કિશન દુબે અને સુનીલ સાહુનો સમાવેશ થાય છે. આ બંને આરોપીઓ સામાન્ય તસ્કર નહીં પરંતુ ઘરફોડ ચોરીના એક્સપર્ટ માનવામાં આવે છે. કિશન દુબે અગાઉ લૂંટ અને ઘરફોડ ચોરી જેવા 10 ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો છે અને તે અગાઉ ‘પાસા’ હેઠળ જેલની હવા પણ ખાઈ ચૂક્યો છે. જ્યારે સુનીલ સાહુ વિરુદ્ધ ચોરી અને પ્રોહિબિશનના અગાઉ 6 ગુનાઓ નોંધાયેલા છે. આ ગેંગ અન્ય રાજ્યોમાં ગુના આચરીને વતનમાં છુપાઈ જતી હતી, પરંતુ સુરત પોલીસની સતર્કતાને કારણે તેઓ જૌનપુરથી દબોચાઈ ગયા છે.

આ આંતરરાજ્ય ગેંગની ધરપકડથી સુરતમાં બનેલી અન્ય ચોરીની ઘટનાઓના ભેદ ઉકેલાય તેવી પણ શક્યતા છે. સુરત પોલીસની આ કામગીરીથી જ્વેલર્સ અને વેપારીઓમાં સુરક્ષાનો અહેસાસ જોવા મળી રહ્યો છે. હાલમાં પોલીસ આરોપીઓના રિમાન્ડ મેળવી તેમની વધુ પૂછપરછ હાથ ધરી રહી છે.



Source link

સંબંધિત સમાચાર