રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
અરવલ્લી · અપડેટ: | રખેવાળ ન્યૂઝ ડેસ્ક

હિંમતનગર સિવિલમાં 'સીએમ સેતુ યોજના' હેઠળ સુપર સ્પેશ્યાલિસ્ટ સેવાઓ શરૂ

હિંમતનગર સિવિલમાં 'સીએમ સેતુ યોજના' હેઠળ સુપર સ્પેશ્યાલિસ્ટ સેવાઓ શરૂ

હિંમતનગર સ્થિત જીમર્સ (GMERS) મેડિકલ કોલેજ સંલગ્ન જનરલ હોસ્પિટલ ખાતે રાજ્ય સરકારની ‘સીએમ સેતુ યોજના’ અંતર્ગત વિવિધ વિભાગોના સુપર સ્પેશિયાલિસ્ટ તબીબોની સેવાઓ વિધિવત શરૂ કરવામાં આવી છે. 

સિવિલના આર.એમ.ઓ. ડૉ.વિપુલભાઈ જાનીએ જણાવ્યું કે, આ યોજના હેઠળ હિંમતનગરના સ્થાનિક નિષ્ણાત તબીબો અઠવાડિયામાં ત્રણ દિવસ નિયત સમય મુજબ હોસ્પિટલમાં સેવા આપશે. જેમાં ઓપીડી નંબર-૯ માં બે નેફ્રોલોજિસ્ટ સોમથી શુક્ર બપોરે ૨ થી ૫ અને શનિવારે સવારે ૧૦:૩૦ થી ૧૨:૩૦ દરમિયાન, એક કાર્ડિયોલોજિસ્ટ મંગળ, ગુરુ અને શુક્ર બપોરે ૨ થી ૫ દરમિયાન તેમજ એક ગેસ્ટ્રોએન્ટ્રોલોજિસ્ટ મંગળ અને શુક્ર બપોરે ૨ થી ૫ તથા શનિવારે સવારે ૯ થી ૧૨ વાગ્યા સુધી સેવા આપશે. આ ઉપરાંત ઓપીડી નંબર-૪ માં બે ન્યુરોસર્જન સોમવારથી શનિવાર સવારે ૯ થી ૧૨ વાગ્યા દરમિયાન અને એક યુરોસર્જન મંગળ, બુધ તથા શુક્રવારે સવારે ૧૦ થી ૧ વાગ્યા સુધી દર્દીઓની તપાસ કરશે. 

અગાઉ નિષ્ણાત તબીબોના અભાવે માથાની ગંભીર ઈજા (હેડ ઇન્જરી) કે અન્ય જટિલ બીમારી ધરાવતા દર્દીઓને અમદાવાદ રિફર કરવા પડતા હતા, પરંતુ હવે સ્થાનિક સ્તરે જ આ નિષ્ણાત સેવાઓ ઉપલબ્ધ થતાં દર્દીઓને અમદાવાદ જવામાંથી મુક્તિ મળશે અને શરૂઆતના ગણતરીના દિવસોમાં જ ૧૮ થી ૧૯ જેટલા દર્દીઓને દાખલ કરી સારવાર પણ શરૂ કરી દેવામાં આવી છે.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર