રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
પાટણ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

ગ્રીન એનર્જી તરફ ડગલું: પાટણ યુનિવર્સિટી હવે સૌર ઊર્જાથી ઝળહળશે, રાજ્યની પ્રથમ સોલાર યુનિવર્સિટી બનશે

ગ્રીન એનર્જી તરફ ડગલું: પાટણ યુનિવર્સિટી હવે સૌર ઊર્જાથી ઝળહળશે, રાજ્યની પ્રથમ સોલાર યુનિવર્સિટી બનશે

યુનિવર્સિટીને સોલારયુક્ત બનાવવા માટે અંદાજિત 4 કરોડ રૂપિયાનો ખર્ચ થવાની સંભાવના

ઝીરો વીજ બિલ માટે કુલપતિની અધ્યક્ષતામાં નિષ્ણાતોની બેઠક યોજાઈ

પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, ગુજરાતની પ્રથમ 'સોલાર યુનિવર્સિટી' બનવા જઈ રહી છે. કુલપતિ પ્રો. કે.સી. પોરીયાના માર્ગદર્શન હેઠળ યુનિવર્સિટી કેમ્પસને સોલાર પેનલોથી સજ્જ કરવાની સક્રિય કામગીરી શરૂ થઈ છે. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય યુનિવર્સિટીને 100 ટકા સોલાર ઊર્જા યુક્ત બનાવી વીજ બિલ શૂન્ય કરવાનો છે.

યુનિવર્સિટી કેમ્પસમાં વહીવટી ભવન સહિત અંદાજે 19 જેટલા બિલ્ડીંગો આવેલા છે, જેમાંથી કેટલાક પર હાલમાં સોલાર સિસ્ટમ કાર્યરત છે. સમગ્ર કેમ્પસને ઝીરો વીજ બિલ તરફ લઈ જવા માટે કુલપતિ પ્રો. કે.સી. પોરીયાની અધ્યક્ષતામાં જેટકો,યુજીવીસીએલ, જેડા અને સોલાર નિષ્ણાતોની એક ખાસ બેઠક ગતરોજ યોજાઈ હતી.આ બેઠકમાં યુનિવર્સિટીને સંપૂર્ણપણે સોલારયુક્ત બનાવવા માટે જરૂરી ટેકનિકલ બાબતો, સરકારની સહાય યોજનાઓ અને સીએસઆર ફંડ મેળવવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ પ્રોજેક્ટ માટે 4 સભ્યોની નિષ્ણાત કમિટીની રચના કરવામાં આવી છે.આ કમિટી યુનિવર્સિટીના વીજ વપરાશ અને બિલ્ડીંગોના ધાબા પર ઉપલબ્ધ જગ્યાનું મૂલ્યાંકન કરી વિગતવાર પ્રપોઝલ તૈયાર કરશે.

યુનિવર્સિટીના બાંધકામ વિભાગના એન્જિનિયર વિપુલભાઈ સાંડેસરાના જણાવ્યા અનુસાર, યુનિવર્સિટીને સોલારયુક્ત બનાવવા માટે અંદાજિત 4 કરોડ રૂપિયાનો ખર્ચ થવાની સંભાવના છે. આ માટે બોર્ડ ઓફ મેનેજમેન્ટ દ્વારા વહીવટી મંજૂરી આપી દેવામાં આવી છે. યુનિવર્સિટી વહીવટી તંત્ર દ્વારા આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટને આગામી 6 માસમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવ્યું છે.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર