રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | પાલનપુર

એસ.ટી. બસને નડ્યો અકસ્માત વડોદરા-પાલનપુર રૂટની બસ ને ટ્રક વચ્ચે અકસ્માત:બસ ચાલકનું મોત

એસ.ટી. બસને નડ્યો અકસ્માત વડોદરા-પાલનપુર રૂટની બસ ને ટ્રક વચ્ચે અકસ્માત:બસ ચાલકનું મોત
પાલનપુર-અમદાવાદ હાઈવે પર કાણોદર પાસે વડોદરાથી પાલનપુર આવી રહેલી એસ.ટી. બસને અકસ્માત નડ્યો હતો. જેમાં એસ.ટી.બસ અને ટ્રક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં બસ ચાલકનું મોત નીપજ્યું હતું. જ્યારે એક શખ્સને ઈજા પહોંચી હતી. આ બનાવના પગલે પાલનપુર તાલુકા પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી છે. બનાસકાંઠા જિલ્લામાં અકસ્માત ની વણથંભી વણઝાર જોવા મળી રહી છે. ગઈ કાલે સુઈગામ નજીક ભારતમાલા હાઇવે પર ખાનગી બસ અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં ત્રણ લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા. જ્યારે 12 થી વધુ લોકો ઘયાલ થયા હતા. જે સમાચારોની શાહી પણ સુકાઈ નથી ત્યારે ગત રાત્રીના વડોદરા થી પાલનપુર આવી રહેલી બસ પાલનપુર તાલૂકાના કાણોદર નજીક પહોંચતાં જ ટ્રક સાથે ટક્કર થઈ હતી. જે અકસ્માતમાં બસના ચાલકનું મોત નીપજ્યું હતું. અને એક શખ્સને ઈજા પહોંચી હતી. બનાવના પગલે લોકો ના ટોળેટોળાં એકઠા થયા હતા અને પોલીસ જાણ કરતા પાલનપુર તાલુકા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી પહોંચી હતી. પોલીસે મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.
Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર