રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

ચિત્રાસણીમાં પાણીની વિકટ સમસ્યા: ગ્રામજનો પાણી માટે વલખા મારવા મજબૂર

ચિત્રાસણીમાં પાણીની વિકટ સમસ્યા: ગ્રામજનો પાણી માટે વલખા મારવા મજબૂર

છેલ્લા છ મહિનાથી તૂટેલી પાણીની પાઈપલાઈન: ચિત્રાસણીમાં ગ્રામજનોને ગંદુ પાણી પીવાની ફરજ

ત્રણથી ચાર સ્થળે પાઈપલાઈન લીકેજથી દરરોજ હજારો લિટર પાણીનો વેડફાટ:સપ્તાહમાં સમારકામ નહીં થાય તો કલેક્ટર કચેરીએ ધરણાની ચીમકી

એક તરફ સરકાર દ્વારા દરેક ઘર સુધી નળ મારફતે શુદ્ધ પાણી પહોંચાડવા વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી રહી છે, ત્યારે બીજી તરફ પાલનપુર તાલુકાના ચિત્રાસણી ગામના ગ્રામજનો છેલ્લા છ મહિનાથી પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. ગામને પાણી પૂરું પાડતી પાઈપલાઈન ત્રણથી ચાર જગ્યાએ તૂટી જતાં પાણીનો મોટાપાયે વેડફાટ થઈ રહ્યો હોવાના આક્ષેપો ગ્રામજનોએ કર્યા છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ, છેલ્લા છ મહિનાથી પાણીની પાઈપલાઈન તૂટેલી હાલતમાં છે. પાઈપલાઈનમાં અનેક સ્થળે ભંગાણ હોવાથી દરરોજ હજારો લિટર પાણી રસ્તા પર વહીને વેડફાઈ જાય છે. પરિણામે એક તરફ ગામમાં પાણીની અછત સર્જાઈ છે, તો બીજી તરફ કિંમતી પાણીનો બેફામ વેડફાટ થઈ રહ્યો છે.

108.jpg 242.4 KB
ચિત્રાસણીના ગ્રામજનોની માંગ છે કે તંત્ર દ્વારા સમગ્ર મામલે તાત્કાલિક સ્થળ તપાસ કરવામાં આવે, તૂટેલી પાઈપ લાઈનનું સમારકામ કરાવવામાં આવે અને ગામલોકોને નિયમિત તથા શુદ્ધ પીવાનું પાણી મળી રહે તે માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે.પાણીની અછત વચ્ચે હજારો લિટર પાણીનો વેડફાટ થતો હોવા છતાં છ મહિનાથી સમસ્યા દૂર ન થતાં તંત્રની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે.

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#Banaskantha

સંબંધિત સમાચાર