રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
ગુજરાત| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

સાબરમતી જેલમાં જૂથવાદ: દાઢી-મૂછની મજાક ઉડાવતા કેદીઓ વચ્ચે લોહિયાળ જંગ

સાબરમતી જેલમાં જૂથવાદ: દાઢી-મૂછની મજાક ઉડાવતા કેદીઓ વચ્ચે લોહિયાળ જંગ

અમદાવાદની હાઈ-સિક્યોરિટી ગણાતી સાબરમતી સેન્ટ્રલ જેલ ફરી એકવાર વિવાદમાં આવી છે. જેલના 'બડા ચક્કર' વિસ્તારમાં સામાન્ય બાબતે શરૂ થયેલી બોલાચાલીએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. આ ઘટનામાં એક કેદીને ગંભીર ઈજાઓ પહોંચતા તેને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

છેલ્લા 5 માસથી જેલમાં સજા કાપી રહેલા 35 વર્ષીય સંજય રમેશભાઈ રાઠોડે આ મામલે ફરિયાદ નોંધાવી છે. ઘટના ગતના રોજ બપોરે 4:00 થી 4:15 વાગ્યાની આસપાસ બની હતી. સંજયે પોતાની દાઢી અને મૂછો કઢાવી નાખી હોવાથી, સાથી કેદી સમીરે તેની મજાક ઉડાવી ઉશ્કેરણીજનક શબ્દો કહ્યા હતા. સમીરે 'તું બાયલા હૈ' કહીને સંજયનું અપમાન કર્યું હતું.

જ્યારે સંજયે આ અપમાનજનક ટિપ્પણીનો વિરોધ કર્યો, ત્યારે મામલો બિચક્યો હતો. ઉશ્કેરાયેલા સમીરે ગાળાગાળી કરી સંજયને જોરદાર લાફો ઝીંકી દીધો હતો. ત્યારબાદ બંને વચ્ચે થયેલી ઝપાઝપીમાં સમીરે સંજયને નીચે પાડી દઈને ઢોર માર માર્યો હતો. આ હુમલામાં સંજયના હાથમાં ફ્રેક્ચર જેવી ગંભીર ઈજાઓ થઈ હોવાનું જાણવા મળ્યું છે. જેલ પ્રશાસને તાત્કાલિક દખલગીરી કરી મામલો થાળે પાડ્યો હતો અને હુમલાખોર કેદી વિરુદ્ધ કાયદેસરનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જેલની અંદર વધતી જતી આવી ઘટનાઓ સુરક્ષા વ્યવસ્થા સામે પ્રશ્નાર્થ ચિહ્નો ઉભા કરે છે.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર