રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
રાષ્ટ્રીય2 સપ્ટેમ્બર, 2025| Super Admin

હરિયાણાથી યુપી અને ઉત્તરાખંડ ભારે વરસાદના લીધે શાળાઓ બંધ

હરિયાણાથી યુપી અને ઉત્તરાખંડ ભારે વરસાદના લીધે શાળાઓ બંધ
દેશભરના ઘણા રાજ્‍યોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. દિલ્‍હીમાં યમુનાનું પાણીનું સ્‍તર વધ્‍યું છે, જ્‍યારે ગુરુગ્રામમાં કલાકો સુધી ચાલેલા જામે બધાને પરેશાન કર્યા છે, દેશભરમાં ચોમાસુ પોતાનું ઉગ્ર સ્‍વરૂપ બતાવી રહ્યું છે : વરસાદ અને પૂરને કારણે જમ્‍મુ અને કાશ્‍મીરમાં પરિસ્‍થિતિ ખરાબ ઉત્તર ભારતના મોટાભાગના રાજ્‍યોમાં સપ્‍ટેમ્‍બર મહિનાની શરૂઆત ભારે વરસાદ સાથે થઈ છે. દિલ્‍હી-એનસીઆર, ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશના ઘણા જિલ્લાઓમાં સોમવારે સવારે શરૂ થયેલો વરસાદ મોડી રાત સુધી ચાલુ રહ્યો. આ કારણે રસ્‍તાઓ પર લાંબો જામ હતો અને લોકો ઘણી જગ્‍યાએ પાણી ભરાવાની સમસ્‍યા સાથે સંઘર્ષ કરતા પણ જોવા મળ્‍યા હતા. નોઈડા અને ગુરુગ્રામમાં લોકો ઘણા કલાકો સુધી જામમાં ફસાયેલા રહ્યા. આ પરિસ્‍થિતિ અને હવામાન વિભાગની ચેતવણીને ધ્‍યાનમાં રાખીને, આજે ઘણા જિલ્લાઓમાં શાળાઓ બંધ રહેશે. દેશભરમાં ચોમાસુ પોતાનું ઉગ્ર સ્‍વરૂપ બતાવી રહ્યું છે. વાવાઝોડા સાથે ભારે વરસાદ પડી રહ્યો છે. પર્વતોમાં ભૂસ્‍ખલન અને પૂરની સમસ્‍યાએ મેદાની વિસ્‍તારોમાં પણ અસર કરી છે. જમ્‍મુ-કાશ્‍મીરથી હરિયાણા સુધી એલર્ટ જારી કરવામાં આવ્‍યું છે. દિલ્‍હીમાં યમુનાના વધતા જળસ્‍તરને કારણે, આસપાસના અસરગ્રસ્‍ત વિસ્‍તારોને ખાલી કરાવવામાં આવી રહ્યા છે (દિલ્‍હી વેધર ટુડે). શાળા અને કોલેજમાં અભ્‍યાસ કરતા બાળકોને ઘરેથી નીકળતા પહેલા રજાની સ્‍થિતિ તપાસવાની સલાહ આપવામાં આવે છે.      

સંબંધિત સમાચાર