રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
પાટણ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

સાંતલપુર : કોરડાની રામદેવ ગૌશાળામાં ભીષણ આગ, લાખોનો ઘાસચારો બળીને ખાખ

સાંતલપુર : કોરડાની રામદેવ ગૌશાળામાં ભીષણ આગ, લાખોનો ઘાસચારો બળીને ખાખ

ગૌશાળાના સંચાલકો સહિત ગૌભકતોએ તંત્ર દ્વારા સર્વે હાથ ધરી વળતર મળે તેવી આશા વ્યકત કરી

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના કોરડા ગામે આવેલ રામદેવ ગૌશાળામાં શનિવારે બપોરના સુમારે અગમ્ય કારણોસર ભીષણ આગ ભભૂકી ઉઠતા અફડાતફડી મચી જવા પામી હતી. આ ભયંકર લાગેલી આગને ઓલવવા માટે ગૌશાળાના સંચાલકો સહિત ગૌભકતોએ ભારે જહેમત ઉઠાવી મહામુસીબતે આગને કાબૂમાં લીધી હતી.

આ અગમ્ય કારણોસર લાગેલી આગમાં પશુઓ માટે સંગ્રહ કરાયેલ ઘાસચારો સળગી જતા ગૌશાળા સંચાલકોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. જોકે આગની ઘટનામાં કોઈ પશુની જાનહાનિ ન થતાં ગૌશાળા સંચાલકો અને ગૌ ભકતોએ રાહત અનુભવી હતી. આગના કારણે ગૌશાળામાં થયેલ નુકસાન માટે તંત્ર દ્વારા સર્વે કરી જરૂરી વળતર ચુકવવામાં આવે તેવી ગૌશાળાના સંચાલકો સહિત ગૌભકતોએ આશા વ્યકત કરી છે.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર