રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
ગુજરાત24 ફેબ્રુઆરી, 2026| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

ભાવનગર જિલ્લામાં વિવિધ ૧૨ ‘સુધારણા જૂથ પાણી યોજના’ હેઠળ રૂ.૪૩૮ કરોડના ખર્ચે ૬૬૧ ગામને આવરી લેવાયા-પાણી પુરવઠા મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલ


(જી.એન.એસ) તા. ૨૪

ગાંધીનગર/ભાવનગર,

છેવાડાના માનવી તેમજ ગામ સુધી પીવાનું શુદ્ધ પાણી આપવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર હંમેશા સંકલ્પબદ્ધ છે.‌ આ સંકલ્પને સાકાર કરવા ભાવનગર જિલ્લામાં વિવિધ ૧૨ ‘સુધારણા જૂથ પાણી યોજના’ હેઠળ અંદાજે રૂ.૪૩૮ કરોડના ખર્ચે ૬૬૧ ગામને આવરી લેવાયામાં આવ્યા છે.આ ૧૨ યોજનાઓમાં મુખ્યત્વે બુધેલ, તળાજા, ગારિયાધાર, પાલીતાણા, વલ્લભીપુર, ઉમરાળા‌ અને શિહોરનો સમાવેશ થાય છે તેમ,આજે વિધાનસભા ગૃહમાં ધારાસભ્યશ્રી દ્વારા પૂછાયેલા પ્રશ્નનો‌ જવાબ અંગે પાણી પુરવઠા અને જળ સંપત્તિ મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું.

મંત્રી શ્રી પટેલે વધુ વિગતો આપતાં કહ્યું કે, ભાવનગરમાં ચોરવડલા ફેઝ -૨ સુધારણા જૂથ પાણી પુરવઠા યોજના હેઠળ કુલ ૧૪ ગામને નર્મદા આધારિત પાણી ઉપલબ્ધ કરાવવામાં આવે છે.આ ઉપરાંત તા. ૩૧ ડિસેમ્બર ૨૦૨૫ની સ્થિતિએ આ યોજના અંતર્ગત પાલીતાણાના ૫૭, ગારિયાધારના ૧૪ , શિહોરના ૦૭ અને ઉમરાળાના ૦૩ એમ કુલ -૮૧ ગામને‌ પાણી આપવામાં આવે છે તેમ, મંત્રીએ ગૃહમાં ઉમેર્યું હતું.

મંત્રીશ્રીએ કહ્યું હતું કે,અમરેલી જિલ્લામાં મહી આધારિત જૂથ યોજનામાં કુલ -૩૯ ગામ અને એક શહેરને આવરી લેવામાં આવશે. જેમાં બગસરા તાલુકાના ૩૩ ગામ અને એક શહેર,અમરેલી તેમજ કુકાવાવના ૩-૩ ગામને સમાવી લેવામાં આવશે તેમ મંત્રીએ ધારાસભ્યશ્રી દ્વારા પુછવામાં આવેલા પ્રશ્નનો પ્રત્યુતર આપતાં ગૃહમાં જણાવ્યું હતું.



Source link

સંબંધિત સમાચાર