રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
ગુજરાત · અપડેટ: | રખેવાળ ન્યૂઝ ડેસ્ક

રાજ્યના યાત્રાધામના વિસ્તારોને ગ્રીન અને વીજ સલામત ઝોનમાં વિકસિત કરવા માટે રૂ. ૧૦૦ કરોડની જોગવાઈ


(જી.એન.એસ) તા. ૨૬

ગાંધીનગર,

યાત્રાધામોમાં સતત અને ગુણવત્તાયુક્ત વીજ પુરવઠો જળવાઈ રહે, વીજ સુરક્ષાનું સ્તર વધે તથા સ્વચ્છ ઊર્જાને પ્રોત્સાહન મળે તે હેતુસર વીજ વિતરણમાળખાનું આધુનિકરણ કરવામાં આવશે.

રૂફટોપ સોલાર સિસ્ટમનો પ્રચાર અને કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો.

પ્રવાસન અને મંદિરની કામગીરી તથા તહેવારો દરમિયાન વિશ્વસનીય અને સતત વિજ પુરવઠો મળી રહેશે.

અંડરગ્રાઉન્ડ નેટવર્ક, વ્યવસ્થિત વિતરણ સિસ્ટમ અને આધુનિક સુવિધાઓ થકી યાત્રાધામના સૌંદર્યમાં વધારો

સરકારી ઈમારતો તથા લોકલ ઓથોરીટીની ઈમારતો પર મહત્તમ 500 kW ક્ષમતા સુધીના રૂફટોપ સોલાર સિસ્ટમ સ્થાપન માટે રાજ્યની સોલાર સબસિડી સહાય.

આ યોજના વીજ વિતરણ નવીનીકરણ થકી નેટવર્કને વધુ સુરક્ષિત, વિશ્વસનીય અને આધુનિક બનાવવા માટે છે, જેમાં કેબલિંગ, ટ્રાન્સફોર્મર અપગ્રેડ અને મેન્ટેનન્સ પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે

પ્રારંભિક તબક્કે દ્વારકા, સોમનાથ, અંબાજી અને પાલીતાણા યાત્રાધામના વિસ્તારોને અગ્રતા આપી ગ્રીન અને વીજ સલામત ઝોનમાં વિકસિત કરવા માટેની યોજના રજૂ કરેલ છે.

યાત્રાળુઓની વીજ સુરક્ષા માટે અને યાત્રાધામ ને ઊર્જા આત્મનિર્ભર બનાવા માટેની કામગીરી થશે.



Source link
Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર