રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
પાટણ16 ફેબ્રુઆરી, 2026| Super Admin

હારીજ માર્કેટયાર્ડમાં એક માસમાં 50 હજારથી વધુ તુવેર બોરીની રેકોર્ડબ્રેક આવક

હારીજ માર્કેટયાર્ડમાં એક માસમાં 50 હજારથી વધુ તુવેર બોરીની રેકોર્ડબ્રેક આવક
ખેડૂતોને 20 કિલો દીઠ 1400 થી 1600 રૂપિયાના ભાવ મળી રહ્યા છે હારીજ માર્કેટ યાર્ડમાં તુવેરની રેકોર્ડબ્રેક આવક નોંધાઈ છે. છેલ્લા એક માસમાં 50 હજારથી વધુ બોરી તુવેરની આવક થઈ છે, જેનાથી ખેડૂતોને સારા ભાવ મળ્યા છે.ચાલુ વર્ષે હારીજ તાલુકામાં તુવેરના વાવેતરમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. ઓછા ખર્ચે સારું ઉત્પાદન મળતું હોવાથી ખેડૂતો દિવેલા અને રાયડા જેવા પાકો છોડી ફરી તુવેર તરફ વળ્યા છે. યાર્ડમાં છેલ્લા એક માસથી તુવેરના ઢગલા જોવા મળી રહ્યા છે, જેમાં દૈનિક 2500 થી 3000 બોરીની આવક થઈ રહી છે. યાર્ડના ચેરમેને જણાવ્યું હતું કે, આ અત્યાર સુધીની સૌથી વધુ તુવેરની આવક નોધાઈ છે.લગભગ 50 વર્ષ પહેલાં હારીજ વિસ્તારમાં તુવેરનું વાવેતર બિનપિયત થતું હતું. જોકે, ટ્યુબવેલ બન્યા પછી પાણીની સગવડવાળા વિસ્તારોમાં ખેડૂતો જીરું, ઇસબગુલ, રાયડો, દિવેલા અને ઘઉં જેવા રવિ પાકો તરફ વળ્યા હતા, જેના કારણે તુવેરનું વાવેતર નહિવત્ થઈ ગયું હતું. હવે ફરીથી ખેડૂતોએ તુવેરની ખેતી અપનાવી હોવાનું તેઓએ જણાવ્યું હતું. તુવર ના વાવેતર મામલે ખેડૂતો એ જણાવ્યું કે, દિવેલા કે રાયડાના પાકમાં પહેલાં વીઘે 40 થી 50 મણ ઉત્પાદન મળતું હતું, જે હવે ઘટીને સરેરાશ 20 થી 25 મણ થઈ ગયું છે. આથી, તેમણે ચાલુ વર્ષે ચોમાસામાં તુવેરનું વાવેતર કર્યું હતું. લગભગ 7 મહિના સુધી તુવેર ઊભી રહી અને વીઘે 35 થી 40 મણનું ઉત્પાદન મળ્યું હોવાનું જણાવ્યું હતું. એક મણ દીઠ 1500 રૂપિયાથી વધુ ભાવ મળતા, તુવેરમાં ઓછો ખર્ચ અને સારો ફાયદો થયો હોવાનું પણ ખેડૂતોએ જણાવ્યું હતું.માર્કેટયાર્ડના સેક્રેટરી ના જણાવ્યા મુજબ, એક માસમાં તુવેરની અંદાજિત 50 હજારથી વધુ બોરીઓની આવક રહી છે. ખેડૂતોને 20 કિલો દીઠ 1400 થી 1600 રૂપિયાના ભાવ મળી રહ્યા છે.    

સંબંધિત સમાચાર