બનાસકાંઠાના પાલનપુરમાં ધોધમાર વરસાદથી પાણી ભરાયા છે, બેચરપુરા રોડ વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા હતા. જેના કારણે ઠેર-ઠેર ઘૂંટણસમાં પાણી ભરાતા સ્થાનિકો પણ હેરાન થઈ ગયા છે. બેચરપુરા રોડ, અંડરગ્રાઉન્ડ નાળાથી એરોમા પુલ સુધી પાણી ભરાયા હોવાની વાત સામે આવી છે. વરસાદ વરસતા સરકારી કચેરીઓમાં પાણી ભરાયા છે, મામલતદાર કચેરીમાં 2 ફૂટ જેટલા પાણી ભરાયા છે અને પ્રાંગણમાં આવેલું મંદિર પાણીમાં ડૂબ્યુ છે. ડિઝાસ્ટર વિભાગની કચેરીમાં પણ પાણી ભરાયા હતા. ડીસામાં ધોધમાર વરસાદથી રસ્તાઓ બંધ ગોઢ ગામથી દાંતીવાડાનો જોડતો રસ્તો બંધ થયો છે, વોકળાનું પાણી બે કાંઠે આવતા રસ્તો બંધ થયો હોવાની વાત સામે આવી છે, પાણી રોડ પર ફરી વળતા વાહનવ્યહાર ઠપ્પ થયો છે, ચારથી પાંચ ગામના લોકોને અવરજવરમાં મુશ્કેલી પડી રહી છે, મોરથલ ગોળિયા, ચંદાજી ગોળિયાનો રસ્તો બંધ અને છાત્રાલા, ગોઢ, કરજીપુરા ગામને જોડતો રોડ બંધ થયો છે.
ડીસા પાલનપુરમાં વરસાદી પાણી ભરાયા; ગ્રામજનોને અવરજવરમાં મુશ્કેલી વાહનવ્યહાર ઠપ્પ

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#Palanpur#Deesa#public safety#Emergency Response#Banaskantha District#Community Impact#Traffic Disruption#Disaster Management#Flooding#Heavy Rain#Waterlogging#Road Closures#Becharpura Road#Local Government Offices#Village Connectivity
સંબંધિત સમાચાર
બનાસકાંઠાકાંકરેજ તાલુકાના સરપંચોનું શિહોરી ખાતે સ્નેહમિલન યોજાયું; ૨૧ પડતર પ્રશ્નોને લઈને તંત્રને આવેદનપત્ર અપાયું
1 દિવસ પહેલા
બનાસકાંઠાડીસા કોર્ટે ફટકારી સજા: ઉછીના નાણાં પરત ન આપનાર નાની ભાખરના શખ્સને 1 વર્ષની કેદ
2 દિવસ પહેલા
બનાસકાંઠાડીસામાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી: રિસાલા બજારમાંથી રૂ. ૫ લાખથી વધુની કિંમતનો ૫૫ પેટી શંકાસ્પદ નકલી ઘીનો જથ્થો સીઝ કરાયો
2 દિવસ પહેલા
બનાસકાંઠાશિહોરી કોર્ટનો ચુકાદો: ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની જેલ અને રૂ. 80.10 લાખનો દંડ
3 દિવસ પહેલા
