રાધનપુર નગરપાલિકાના પાણી પુરવઠા વિભાગમાં ફરજ બજાવતા રોજમદાર કર્મચારી કમલેશભાઈ ભોજાભાઈ મકવાણાનું રાત્રિ ફરજ દરમિયાન રહસ્યમય સંજોગોમાં મોત થયું છે. તેઓ છેલ્લા આઠ વર્ષથી નગરપાલિકામાં સેવા આપી રહ્યા હતા. પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, કમલેશભાઈ મકવાણા રાધનપુર નગરપાલિકાના પાણી પુરવઠા વિભાગમાં રોજમદાર તરીકે કાર્યરત હતા. તેઓ આશરે આઠ વર્ષથી નિયમિતપણે પોતાની ફરજ નિભાવી રહ્યા હતા. ગઈકાલે રાત્રે તેઓ પોતાની ડ્યુટી પર હાજર હતા ત્યારે જ તેમનું મોત નીપજ્યું હતું. તેમનો મૃતદેહ પાણીનાં સંપ (અંડરગ્રાઉન્ડ ટાંકો) માંથી મળ્યો હતો. તેમના મૃત્યુનું ચોક્કસ કારણ હજુ અકબંધ છે.
રાધનપુર : પાણી પુરવઠાના કર્મીનો મૃતદેહ પાણીના ટાંકામાંથી મળ્યો

સંબંધિત સમાચાર
પાટણપાટણના વકીલોની ભાડા વિધેયક 2026 સામે અચોક્કસ હડતાળ
16 કલાક પહેલા
પાટણપાટણ યુનિવર્સિટીએ પરિણામોમાં થતા વિલંબને અટકાવવા નવી મૂલ્યાંકન નીતિ ઘડી
17 કલાક પહેલા
પાટણમહેસૂલી કર્મચારીઓનું આંદોલન: પાટણમાં માસ સીએલ બાદ ૭મીથી અનિશ્ચિતકાલીન હડતાળની ચિમકી
17 કલાક પહેલા
પાટણપાટણ જિલ્લા પંચાયત: ખાસ સામાન્ય સભા બોલાવવા અને ગ્રાન્ટ ફાળવણી મુદ્દે કોંગ્રેસનો હોબાળો
17 કલાક પહેલા
