રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ5 ઑગસ્ટ, 2026| Super Admin

સાંતલપુરના વાઢીયા ગામે વરસાદી પાણીના કહેરથી ગ્રામજનો હાલાકીમાં

સાંતલપુરના વાઢીયા ગામે વરસાદી પાણીના કહેરથી ગ્રામજનો હાલાકીમાં

પાણીના કહેરના કારણે થયેલ નુકશાનનું વળતર ચુકવવાની માંગ સાથે પાણીનો કાયમી નિકાલ કરવાની માંગ ઉઠી

સાંતલપુર તાલુકાના વારાહી નજીક આવેલા વાઢીયા ગામમાં વરસાદી પાણી ભરાવાને કારણે ગ્રામજનો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. રોગચાળાની ભીતિ વચ્ચે ગ્રામજનોએ સર્વે, વળતર અને કાયમી નિકાલની માંગ કરી છે.ગામના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ રહેવાથી જનજીવન પર ગંભીર અસર પડી છે. ઘરોની આસપાસ ગંદુ પાણી ભરાયેલું હોવાથી મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે, જેના કારણે રોગચાળો ફાટી નીકળવાનો ભય સેવાઈ રહ્યો છે.ગ્રામજનોના જણાવ્યા મુજબ, વરસાદ બંધ થયા પછી પણ પાણીનો યોગ્ય નિકાલ થતો નથી. આના પરિણામે રોજિંદા જીવનમાં ભારે મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે.અનેક સ્થળોએ રસ્તાઓ કાદવમાં ફેરવાઈ ગયા છે,જેના કારણે અવરજવર પણ મુશ્કેલ બની છે.ગામલોકોએ તંત્ર સમક્ષ તાત્કાલિક સર્વે હાથ ધરી વરસાદથી થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરવા અને અસરગ્રસ્ત પરિવારોને સરકારી નિયમો મુજબ વળતર ચૂકવવાની માંગ કરી છે. 

82.jpg 137.65 KB
આ ઉપરાંત,ગામમાં દર વર્ષે સર્જાતી પાણી ભરાવાની સમસ્યાના કાયમી ઉકેલ માટે યોગ્ય ડ્રેનેજ અને પાણી નિકાલની વ્યવસ્થા ઊભી કરવાની પણ માંગ કરવામાં આવી છે.ગ્રામજનોનું કહેવું છે કે જો સમયસર અસરકારક કાર્યવાહી નહીં થાય તો આરોગ્ય સંકટ વધુ ગંભીર બની શકે છે.હાલ સૌની નજર તંત્રની કાર્યવાહી પર મંડાયેલી છે.

ટેગ્સ:#santalpur

સંબંધિત સમાચાર