રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | ડીસા

ડીસા નજીક રીક્ષા પલ્ટી ખાતા આશાસ્પદ યુવાનનું મોત : એક યુવતીને ઇજા

ડીસા નજીક રીક્ષા પલ્ટી ખાતા આશાસ્પદ યુવાનનું મોત : એક યુવતીને ઇજા

ડીસા-સમશેરપુરા રોડ પર આવેલ આખોલ પાસે ગત સાંજે એક રિક્ષા ચાલકે સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવતા રીક્ષા પલ્ટી ખાઈ ગઈ હતી. આ ગમખ્વાર અકસ્માતમાં વરણ ગામના ૧૯ વર્ષીય યુવાનનું ગંભીર ઈજાઓ થવાના કારણે મોત નીપજ્યું છે, જ્યારે અન્ય એક યુવતીને ઈજાઓ પહોંચી છે. ​મળતી માહિતી મુજબ, વરણ ગામના રહેવાસી જવાનજી બબાજી ઠાકોરનો ૧૯ વર્ષીય પુત્ર દશરથજી ઠાકોર, જે ડીસા ખાતે ડૉક્ટર જૈમીન ગાંધીની હોસ્પિટલમાં નોકરી કરતો હતો, તે ગત તા. ૨૫/૧૨/૨૦૨૫ ના રોજ સાંજે નોકરી પતાવી છકડા રીક્ષા (નંબર: GJ-08-AV-1577) માં બેસીને ઘરે પરત ફરી રહ્યો હતો.ત્યારે ​સાંજના આશરે પોણા સાતેક વાગ્યાના સુમારે આખોલ અને શમશેરપુરા વચ્ચે શંકર ભગવાનના મંદિર પાસે રીક્ષા ચાલકે પોતાની રીક્ષા પુરપાટ અને ગફલતભરી રીતે ચલાવી સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવ્યો હતો. જેના કારણે રીક્ષા પલ્ટી ખાઈ ગઈ હતી​. જે અકસ્માતમાં દશરથજીને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે ડીસા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. આ અકસ્માતમાં રીક્ષામાં બેઠેલી અન્ય મુસાફર નીકીતાબેન રાજુજી ઠાકોર (રહે. જોરાપુરા) ને પણ હાથ-પગ અને મોઢાના ભાગે ઈજાઓ પહોંચી હતી.​આ બાબતે મૃતક યુવાનના પિતા જવાનજી ઠાકોરે ડીસા પોલીસ સ્ટેશનમાં રીક્ષા ચાલક વિરુદ્ધ ગુનો નોંધાવ્યો છે. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આશાસ્પદ યુવાનના મોતના સમાચારથી વરણ ગામમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.    

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર