રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા6 જાન્યુઆરી, 2025| Super Admin

ધાનેરા રેલ નદીને પાર કરી ધાખા ગામ તરફ જતા માર્ગને શરૂ કરવા માટેની રજૂઆત

ધાનેરા રેલ નદીને પાર કરી ધાખા ગામ તરફ જતા માર્ગને શરૂ કરવા માટેની રજૂઆત
ધાનેરા થી પાડોશી રાજસ્થાન રાજ્યનાં સાંચોર અને રાણીવાડા તરફ જવા માટે એક માત્ર રેલ નદી નો માર્ગ: ધાનેરા તાલુકાની જરૂરી રજૂઆતો નો અંત આવતો નથી જાહેર પ્રજા માટેની રજૂઆત માટે ધાનેરા મત વિસ્તારનાં પૂર્વ કોંગ્રેસ પક્ષના ધારાસભ્ય નથાંભાઈ પટેલ એ રજૂઆત કરી છે. જો કે હજુ સુધી આ બાબત સરકાર ને ધ્યાને આવી નથી ધાનેરા શહેર માંથી પસાર થતા બાદ જો આપને પાડોશી રાજસ્થાન રાજ્યનાં સાંચોર કે પછી રાણીવાડા તરફ જવું હોય તો રેલ નદી નો પુલ પાર કરવો પડે છે. જોકે આ રેલ નદીના પુલ પર હવે સવાર સાંજ હોય કે પછી કોઈ વાહન રેલ્વે પુલ પર ખોટવાયું હોય તેના લીધે ટ્રાફિક રોંજીંનદુ બની ગયું છે. જોકે વાહનોનું ટ્રાફિક ના થાય તે માટે વર્ષ 2017 પહેલાં ધાનેરા રેલ નદી ના પુલ નજીક થી ધાખા ગામ ને જોડતો માર્ગ કાર્યરત હતો જેના લીધે ધાખા ગામ થી લઈ રમુણા અને ડુવા ગામ તરફ જવાનો માર્ગ એક દમ સરળ હતો. આ માર્ગ વર્ષ 2017 થી બંધ કરી દેવામાં આવ્યો છે જેના કારણે હવે ટ્રાફિકની સમસ્યા સાથે વાહન ચાલકો ને નદી નો પુલ પસાર કરવો પડી રહ્યો છે. જે મામલે ભાઈ પટેલ રહેવાસી રમુણા વાળા એ જણાવેલ કે પ્રજાની માગ છે કે આ રસ્તો ફરી શરૂ કરવામાં આવે ધાનેરા મત વિસ્તારના પૂર્વ ધારાસભ્ય નથાભાઈ પટેલ એ સરકારના પત્ર લખી જૂનો માર્ગ ફરી શરૂ કરવા માટેની માગ કરી છે. ધાનેરા રેલ નદી પર થી હજારો વાહનો પસાર થાય છે. સાથે ભારતીય સેના માટે પણ આ માર્ગ મહત્વનો સાબિત થાય છે. અને જો રેલ નદી પર ટ્રાફિક જામ થાય તો આ રસ્તો બંધ થઈ જાય છે જેના કારણે મોટી મુશ્કેલી પણ ઊભી થઈ શકે છે. જેથી સ્થાનિક આગેવાનો ની રજૂઆત છે કે જૂનો માર્ગ જે ધાખા તરફ જાય છે એ માર્ગ ફરી શરૂ કરવામાં આવે જો આ માર્ગ ફરી શરૂ કરવામાં આવે તો રેલ નદી પર નું ટ્રાફિક બંધ થઈ શકે છે.

સંબંધિત સમાચાર