બનાસકાંઠાના વડગામ તાલુકાના મોટી ગીડાસણ ગામના જવાન જીજ્ઞેશ ચૌધરીની ટ્રેનમાં હત્યા કરાઈ હતી. ત્યારે શહીદ જવાનને ન્યાય અપાવવાની માંગ સાથે પૂર્વ સૈનિક કલ્યાણ સંઘ દ્વારા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના મોટી ગીડાસણ ગામના વતની જીગ્નેશ ચૌધરી જેઓ માં ભોમની રક્ષા કાજે જમ્મુ કાશ્મીરમાં ફરજ બજાવી રહ્યા હતા. જોકે તેઓ દોઢેક માસ અગાઉ પોતાની ફરજ પરથી રજા પર માદરે વતન આવી રહ્યા હતા. દરમિયાન બિકાનેર નજીક ટ્રેન મુસાફરીમાં ટ્રેન અટેન્ડેન્ટ દ્વારા છરી ના ઘા મારી જવાન જીગ્નેશ ચૌધરીની કરપીણ હત્યા કરી દેવામાં આવી હતી. ત્યારે પૂર્વ સૈનિક કલ્યાણ સંઘના નેજા હેઠળ નિવૃત સૈનિકો સહિત શહીદના પરિવારજનો આજે કલેકટર કચેરીએ દોડી આવ્યા હતા. જ્યાં તેઓએ ન્યાયની ગુહાર લગાવી હતી. જોકે, દોઢેક માસ વીતવા છતાં હત્યારા સામે કડક કાર્યવાહી હાથ ધરાઈ નથી. ત્યારે સૈનિકોની સુરક્ષા સામે સવાલ ઉઠાવતા માજી સૈનિકોએ હત્યારા ને ફાંસીની સજા આપવાની માંગ કરી હોવાનું પૂર્વ સૈનિક કલ્યાણ સંઘના પ્રમુખ જશવંતસિંહ પરમારે જણાવ્યું હતું. આમ, શહીદ જવાનને ન્યાય અપાવવા માટે હવે માજી સૈનિકો એ પણ મેદાનમાં આવવા ની ફરજ પડી છે.
વડગામ તાલુકાના મોટી ગીડાસણના શહીદ જવાનને ન્યાય આપવાની માંગ સાથે કલેકટરને આવેદનપત્ર આપ્યું

સંબંધિત સમાચાર
બનાસકાંઠાઅંબાજી મંદિરમાં ભાદરવી પૂનમના મેળા બાદ પરંપરાગત પ્રક્ષાલન વિધિ સંપન્ન
20 કલાક પહેલા
બનાસકાંઠાખેડૂતોનું હુંકાર: પાલનપુરમાં ૧૦ હજાર ખેડૂતો ભેગા થઈને ગજવશે અવાજ !
20 કલાક પહેલા
બનાસકાંઠાબનાસકાંઠા સહિત રાજ્યભરમાં જમીન દફતર કચેરીના કર્મચારીઓની હડતાળ યથાવત
20 કલાક પહેલા
બનાસકાંઠાશ્રી સર્વોદય લૉ કોલેજ, કાંટ (ડીસા) ખાતે BNSS વિષય ઉપર ગેસ્ટ લેક્ચરનું આયોજન
2 દિવસ પહેલા
