રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
પાટણ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

પાટણ યુનિવર્સિટી દ્વારા ત્રીજા તબક્કાની પરિક્ષાનો શાંતિપૂર્ણ માહોલ માં પ્રારંભ

પાટણ યુનિવર્સિટી દ્વારા ત્રીજા તબક્કાની પરિક્ષાનો શાંતિપૂર્ણ માહોલ માં પ્રારંભ
સ્નાતક અને અનુસ્નાતક સેમેસ્ટર-2 ની 46 પરીક્ષાઓમાં 1લાખ વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે પરીક્ષામાં પારદર્શિતા જાળવવા અને ગેરરીતિ અટકાવવા માટે યુનિ.દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી; પાટણની હેમચંદ્રાચાર્ય ઉ.ગુજરાત. યુનિવર્સિટીમાં વાર્ષિક પરીક્ષાનો ત્રીજો તબક્કો શાંતિ પૂર્ણ માહોલ માં શરૂ થયો છે. સ્નાતક અને અનુસ્નાતક સેમેસ્ટર-2 ની 46 પરીક્ષાઓમાં 1 લાખ વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે. યુનિવર્સિટી સંલગ્ન 5 જિલ્લા માં પરીક્ષાઓ ત્રણ સેશનમાં યોજાઈ રહી છે. સવારે 8 થી 11, બપોરે 12 થી 3 અને સાંજે 3 થી 6 વાગ્યા સુધી પરીક્ષાઓ લેવામાં આવી રહી છે. વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા આપી રહ્યા છે. પરીક્ષામાં પારદર્શિતા જાળવવા અને ગેરરીતિ અટકાવવા માટે યુનિવર્સિટી દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. યુનિવર્સિટી ના કુલપતિ પ્રો.કે.સી.પોરિયાના જણાવ્યા મુજબ, પરિક્ષા દરમ્યાન નિયમિત ઓબ્ઝર્વર ટીમ ઉપરાંત દરેક જિલ્લામાં ફ્લાઇંગ સ્કોડની ટીમ કાર્યરત કરવામાં આવી છે. જે ટીમો કોઈ પણ સમયે પરીક્ષા કેન્દ્રોની મુલાકાત લઈ નિરીક્ષણ કરશે અને તેઓની ધ્યાનમાં કોઈપણ પરિક્ષા કેન્દ્ર પર ગેરરીતિ થતી જોવા મળશે તાત્કાલિક તેનો રિપોર્ટ ટીમ તૈયાર કરી યુનિવર્સિટી ને મોકલી આપશે અને તે રિપોર્ટ આધારે યુનિવર્સિટી દ્રારા તે પરીક્ષા કેન્દ્ર તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવશે તેવું જણાવ્યું હતું. યુનિવર્સિટી દ્રારા ત્રીજા તબક્કાની લેવામાં આવી રહેલ પરિક્ષાઓમાં યુનિવર્સિટીના કુલપતિ પ્રો.કે.સી.પોરિયા,રજિસ્ટ્રાર ડૉ. રોહિતભાઈ દેસાઈ અને પરીક્ષા નિયામકના માર્ગદર્શન હેઠળ આ વ્યવસ્થા ગોઠવવામાં આવી હોવા સાથે પાંચ જિલ્લાની સરકારી કોલેજોને ફ્લાઇંગ સ્કોડની જવાબદારી સોંપવામાં આવી હોવાની સાથે અગાઉના બે તબક્કાની પરીક્ષાઓ શાંતિ પૂર્ણ રીતે અને સફળતાપૂર્વક પૂર્ણ થઈ હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.
Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર