પાટણથી ખારીધારીયાલ જતી એસ.ટી. બસમાં કંડક્ટરની બિનજવાબદાર વર્તણૂકથી મુસાફરોની સલામતી જોખમમાં મૂકાઈ હતી. સવારે 6:50 કલાકે પાટણથી નીકળેલી બસમાં કંડક્ટરે ચાલુ વાહનમાં કચરાપેટીમાં રહેલો કચરો સળગાવ્યો હતો. મુસાફરોએ પ્લાસ્ટિકની વાસ આવતા કંડક્ટરને આગ હોલવી દેવા વિનંતી કરી. જો કે, કંડક્ટરે મુસાફરોની વિનંતી અવગણી અને અડિયા બસ સ્ટેન્ડ સુધી કચરો સળગતો રહ્યો.એસ.ટી.નું સૂત્ર 'સલામત સવારી અમારી' હોવા છતાં કંડક્ટરની આ વર્તણૂકથી મુસાફરોની સુરક્ષા જોખમાઈ. કંડક્ટરે કચરો સળગાવ્યા બાદ તેને બુઝાવવાની કોઈ કાળજી ન લીધી. આગની દુર્ઘટના સર્જાઈ હોત તો તેની જવાબદારી કોની રહેત તે પ્રશ્ન ઉભો થયો છે. આ અંગે પાટણ ડેપો મેનેજર વિપુલભાઈએ જણાવ્યું કે આ કંડક્ટર 11 માસના કરાર આધારિત કર્મચારી છે. તેમને બોલાવીને નિવેદન લઈ આગળની કાર્યવાહી કરવામાં આવશે.
પાટણ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક
પાટણ; કંડક્ટરે ચાલુ બસમાં કચરાપેટીમાં કચરો સળગાવ્યો

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#public safety#passenger safety#passenger complaints#Safety Protocols#Transport Regulations#Contract Employee#Irresponsible Behavior#ST Bus Incident#Garbage Burning#Patan to Kharidhariyal#Fire Hazard#Conductor Accountability#Fire Risk#Bus Service Standards
સંબંધિત સમાચાર
પાટણસિદ્ધપુરમાં પંચાયત સદસ્યનું સભ્યપદ રદ્દ: ત્રણ સંતાન હોવાથી DDOએ કરી કડક કાર્યવાહી
1 દિવસ પહેલા
પાટણપાટણમાં યુવાનો માટે રોજગારલક્ષી પહેલ: રાહતદરે સ્ટેનોગ્રાફીનો કોર્સ શરૂ થયો
1 દિવસ પહેલા
પાટણપાટણમાં ભાજપ મહિલા કાર્યકરો પર શાહી ફેંકવા મુદ્દે ધારાસભ્યના રાજીનામાની માંગ કરી
2 દિવસ પહેલા
પાટણપાટણ યુનિવર્સિટીની પરીક્ષામાં ગેરરીતિ અને કૉપી કેસ અટકાવવા 15 નિયમો જાહેર કરાયા
2 દિવસ પહેલા
