રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
પાટણ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

પાટણના સમી પંથકમાં અરેરાટી : એરંડાના પાન ખાવાથી 35 ઘેટા-બકરાંનાં મોત

પાટણના સમી પંથકમાં અરેરાટી : એરંડાના પાન ખાવાથી 35 ઘેટા-બકરાંનાં મોત

પાટણ પંથકના સમી તાલુકાના સિંગોતરીયા ગામના સીમ વિસ્તારમાં એરંડાના ખેતરમાં ચરવા ગયેલા રબારી સમાજના પશુપાલકના 35 જેટલા ઘેટા-બકરાના એક સાથે મોત થતાં અરેરાટી વ્યાપી જવા પામી હતી. સમી તાલુકાના સિંગોતરીયા ગામના ઠાકોર મહાદેવભાઇ ચુડાભાઇના ખેતરમાંથી એરંડાનો પાક લઈ લીધા બાદ, તેમણે માલધારી અમરાભાઇ રૂગનાથભાઈને પરવાનગી આપી હતી.બુધવારે સવારે અમરાભાઇ અંદાજે 250 જેટલા ઘેટા-બકરા લઈ ચરાવવા માટે ગયા હતા.

ખેતરમાં એરંડાના કુણા પાન ફૂટેલા હોય, ઘેટાઓએ વધુ પ્રમાણમાં આ પાન ખાઈ લેતા તેમની તબિયત લથડી હતી.જેમાથી 35 ઘેટા-બકરાના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય 50 થી વધુ પશુઓ ગંભીર રીતે બીમાર હાલતમાં જોવા મળ્યા હતા.અચાનક પશુઓના મોતથી હડકંપ મચી ગયો હતો. તાત્કાલિક સ્થાનિક પશુ ડોક્ટરને જાણ કરવામાં આવતા તેઓએ સ્થળ પર પહોંચી અન્ય બીમાર પશુઓની પ્રાથમિક સારવાર શરૂ કરી હતી. ઘટનાની ગંભીરતાને જોતા ગામના તલાટી સહિતના સરકારી અધિકારીઓ અને ગામના આગેવાનોએ સ્થળની મુલાકાત લીધી હતી.

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#patan

સંબંધિત સમાચાર