રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
ગુજરાત8 ડિસેમ્બર, 2025| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

પાંડેસરામાં લૂમ્સ કારીગરોનો વિરોધ, 50થી વધુ કારીગરો CCTVમાં કેદ


મજૂરીના ભાવવધારાની માગ સાથે કારખાનાઓમાં જઈને સ્વિચ ઓફ કરીને હંગામો મચાવ્યો

(જી.એન.એસ),તા.૦૮

સુરત

સુરતના પાંડેસરા વિસ્તારમાં કાપડ ઉદ્યોગમાં મજૂરીના ભાવવધારાની માંગણીને લઈને લૂમ્સ કારીગરો દ્વારા જબરદસ્ત વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કારીગરોએ પ્રતિ મીટરે 5થી 10 પૈસાનો વધારો કરવાની માગ સાથે 5થી 7 જેટલા લૂમ્સ કારખાનાઓને બાનમાં લીધા હતા અને કારખાનાઓમાં જઈને ઇલેક્ટ્રિક સ્વિચ ઓફ કરીને હંગામો મચાવ્યો હતો. મળતી માહિતી મુજબ, આ વિરોધમાં લગભગ 50થી વધુ કારીગરો જોડાયા હતા. કાપડના ભાવવધારાની માંગણી સાથે મચાવેલો સમગ્ર હોબાળો કારખાનાઓમાં લાગેલા CCTVમાં કેદ થઈ ગયો હતો.  બનાવની જાણ થતાં જ પાંડેસરા પોલીસ તુરંત સ્થળ પર દોડી આવી હતી. પોલીસે હવે CCTV ફૂટેજના આધારે હંગામો મચાવનાર કારીગરોને શોધી કાઢવા માટે સઘન તપાસ શરૂ કરી છે. બીજી તરફ, વીવર્સ એસોસિયેશનની રજૂઆત બાદ પોલીસે વિસ્તારમાં સુરક્ષાના ભાગરૂપે પેટ્રોલિંગ પણ શરૂ કર્યું છે, જેથી અન્ય કારખાનાઓ રાબેતા મુજબ ફરીથી શરૂ થઈ શકે અને કામગીરી સામાન્ય બને તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.  કારીગરો દ્વારા કરવામાં આવેલો આ તમામ હંગામો સંબંધિત કારખાનાઓમાં લાગેલા CCTV ફૂટેજમાં સંપૂર્ણપણે કેદ થવા પામ્યો છે. ફૂટેજમાં દેખાતા કારીગરોની સંખ્યા અને તેમની આક્રમક પ્રવૃત્તિઓ સ્પષ્ટપણે જોઈ શકાય છે. આ ઘટનાની જાણ થતાં જ પાંડેસરા પોલીસનો કાફલો તાત્કાલિક બનાવ સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યા બાદ, કારખાના માલિકો અને વીવર્સ એસોસિયેશન સાથે બેઠક યોજી હતી. પોલીસે હવે CCTV ફૂટેજની મદદથી હંગામો કરનાર મુખ્ય કારીગરોને ઓળખી કાઢવા તપાસ શરૂ કરી છે.



Source link

સંબંધિત સમાચાર