રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | પાલનપુર

પાલનપુરના રામનવમી પર્વની ઉત્સાહભેર ઉજવણી કરાઇ

પાલનપુરના રામનવમી પર્વની ઉત્સાહભેર ઉજવણી કરાઇ
શહેરમાં ભગવાન શ્રી રામની વાજતે ગાજતે ભવ્ય શોભાયાત્રા યોજાઇ; વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું; પાલનપુરમાં રામનવમી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મોટા રામજી મંદિર ખાતે સમૂહ આરતી યોજ્યા બાદ ભગવાન શ્રી રામની ભવ્ય શોભાયાત્રા યોજાઇ હતી. જેમાં ભાવિ ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા. આ શોભાયાત્રાનું વિવિધ વિસ્તારોમા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ચૈત્ર સુદ નોમના રોજ ભગવાન શ્રી રામનો જન્મ થયો હોય આ દિવસને રામ નવમી તરીકે ઉજવવામાં આવે છે રામનવમીના પાવન પર્વે પાલનપુરમાં પથ્થર સડક રોડ પર આવેલ મોટા રામજી મંદિર ખાતે પૂજા પાઠ અને મહા આરતી કર્યા બાદ ભગવાન શ્રીરામની વાજતે ગાજતે શહેરમાં ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી હતી આ શોભાયાત્રામાં મંદિરના મહંત રાઘવદાસજી મહારાજ  સહિત ભાવિ ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા નિયત કરેલા 24 રૂટ પર શોભાયાત્રાએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે પરિભ્રમણ કર્યું હતું. જેને લઇ શહેર આખું ભગવાન શ્રી રામની ભક્તિમાં લીન બની જવા પામ્યું છે.
Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર