રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
બનાસકાંઠા28 એપ્રિલ, 2025| Super Admin

પાલનપુર માં લાંબા સમયનો વીજ કાપ મુકતા શહેરીજનો ગરમીમાં શેકાયા

પાલનપુર માં લાંબા સમયનો વીજ કાપ મુકતા શહેરીજનો ગરમીમાં શેકાયા
કાળઝાળ ગરમીમાં શહેરી જનો ત્રાહિમામ પોકારી ઊઠ્યા પાલનપુરમાં કાળઝાળ ગરમી પડી રહી છે. ત્યારે પડતા પર પાટુ સમાં વીજ કાપથી પાલનપુરીઓ ગરમીમાં શેકાતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. હાલમાં ગરમીનો પારો દિન- પ્રતિદિન વધતો જઈ રહ્યો છે. ગુજરાતભરમા શરીરને બાળી  નાખે તેવી ગરમી પડી રહી છે. પાલનપુર શહેરમાં પણ કાળઝાળ ગરમી વચ્ચે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે ઉત્તર ગુજરાત વીજ કંપની દ્વારા પાલનપુર શહેરમાં સવારમાં 6.30 થી બપોરના 2 વાગ્યા સુધીના સમય દરમિયાન વિજ પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો હતો. જેનાં કારણે પાલનપુર વાસીઓ કાળજાળ ગરમીમાં શેકાયા હતા. ગરમીથી નાના બાળકો, વૃદ્ધ વડીલો તેમજ બિમાર લોકો વધુ હેરાન પરેશાન થઈ ગયા હતા. ભર ઉનાળે મેન્ટેનન્સ ની કામગીરી શરૂ કરતાં જીઈબી વીજ ગ્રાહકો ને પડતી મુશ્કેલીઓની કોઈ ચિંતા ફિકર કરતા નથી અને વધુ ગરમીમાં પણ લાંબા સમય નું વીજ કાપ મૂકીને શહેરીજનોને મહામુસીબતમાં મૂકી દેતું હોવાની રાવ ઉઠી છે. જીઈબીની આવી મનસ્વી કામગીરી પ્રત્યે શહેરીજનોમા ભારે નારાજગી જોવા મળી હતી. હવે પછી પાલનપુર શહેરમાં ઓછા સમયનો વીજ કાપ મૂકવામા આવે તેવી માંગ જાગૃત શહેરીજનોમાં ઉઠવા પામી છે.

સંબંધિત સમાચાર