રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
ગુજરાત12 માર્ચ, 2026| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

ઓડિશાના વન અધિકારી તાલીમાર્થીઓ ગાંધીનગરમાં ‘ગીર’ ફાઉન્ડેશન અને ઈન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાનની મુલાકા


(જી.એન.એસ) તા. ૧૨

ગાંધીનગર,

ઓડિશા ફોરેસ્ટ રેન્જર્સ કોલેજ, અંગુલ, ઓડિશા ખાતે મધ્ય પ્રધેશના રાજ્યના તાલીમ લઈ રહેલ 41 ફોરેસ્ટ રેન્જ ઓફિસર (2025-27 બેચ) એ તેમના વેસ્ટ ઈન્ડિયા સ્ટડી ટુરના ભાગરૂપે આજે ‘ગીર’ ફાઉન્ડેશનની મુલાકાત લીધી હતી.

GEER ફાઉન્ડેશનના વરિષ્ઠ અધિકારીઓ સાથે તેઓએ વાર્તાલાપ દરમિયાન તાલીમાર્થીઓએ ‘ગીર’ ફાઉન્ડેશન સંસ્થાની વિવિધ કામગીરી વિષે માહિતી મેળવી હતી તેમજ વાર્તાલાપ દરમિયાન ગુજરાતના વન વિસ્તારો, વન્યજીવો, વન સંરક્ષણ, પ્રોટેક્શન, જૈવિક-વિવિધતા વગેરે વિષે ચર્ચા કરીને સમજ કેળવી હતી તથા વન વિસ્તારોના વ્યવસ્થાપન અંગે વિવિધ અભિગમો તથા પ્રાદેશિક પર્યાવરણીય વિશિષ્ટતાઓ અંગે વધુ સમૃદ્ધ સમજ કેળવી હતી.

આ સિવાય તાલીમાર્થીઓએ ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાનની મુલાકાત દરમિયાન ડાયનાસોર અને ફૉસિલ પાર્ક, બૉટૅનિકલ ગાર્ડન તથા પ્રાણીસંગ્રહાલયની ની મુલાકાત લીધી હતી. તે દરમિયાન તેમણે પ્રાણીઓની સંભાળ, પાર્ક વ્યવસ્થાપન, ફૉસિલ અને તેનું મહત્વ, વાન્સ્પતિક વિવિધતા વગેરે જેવા વિષયો પર માહિતી મેળવી હતી. તાલીમાર્થીઓ રિમોટ સેન્સિંગ અને જી.આઈ.એસ. એકમની મુલાકાત દરમિયાન મૅપિંગ, રિમોટ સેન્સિંગ ડેટાનું મહત્ત્વ અને વન સુરક્ષામાં અને સંરક્ષણમાં તેનું મહત્વ અને ટૅક્નૉલૉજીના વ્યાપક ઉપયોગ વિશે પ્રત્યક્ષ જ્ઞાન મેળવ્યું હતું. ઇકૉલૉજિકલ મૉનિટરિંગ એન્ડ રિસર્ચ લૅબોરેટરીમાં જમીન અને પાણીના નમૂના એકત્ર કરવાની અને અત્યાધુનિક ઉપકરણો દ્વારા તેનું પૃથ્થકરણ કરવાની વૈજ્ઞાનિક પદ્ધતિઓ તથા વન સંરક્ષણ માટે આ માહિતીના ઉપયોગ અંગે તેઓ માહિતગાર કર્યા હતા.



Source link

સંબંધિત સમાચાર