રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | અંબાજી

સુરક્ષાને ધ્યાનમાં રાખીને અંબાજી મંદિરમાં ભાદરવી મેળા પહેલા મોકડ્રીલ યોજાઈ

સુરક્ષાને ધ્યાનમાં રાખીને અંબાજી મંદિરમાં ભાદરવી મેળા પહેલા મોકડ્રીલ યોજાઈ

અંબાજી શક્તિપીઠ ખાતે આગામી ભાદરવી મેળાની તૈયારીઓના ભાગરૂપે સુરક્ષા એજન્સીઓએ મોકડ્રીલ યોજી હતી. આ મોકડ્રીલમાં અંબાજી પોલીસ, એસઓજી, ક્યુઆરટી, બીડીએસ અને ડોગ સ્કોડ સહિતની વિવિધ ટીમોએ ભાગ લીધો હતો.મોકડ્રીલ દરમિયાન એક પરિસ્થિતિ ઊભી કરવામાં આવી જેમાં બે આતંકવાદીઓ મંદિર પરિસરમાં પ્રવેશ કરી બોમ્બ વિસ્ફોટ કરે છે. સુરક્ષા દળોએ તાત્કાલિક પ્રતિસાદ આપતા મંદિર પરિસરમાં ફસાયેલા યાત્રિકોને ઈમરજન્સી ગેટ મારફતે સલામત રીતે બહાર કાઢ્યા.પોલીસે આતંકવાદીઓને કોર્ડન કરી ઘેરી લીધા. ત્યારબાદની કાર્યવાહીમાં એક આતંકવાદી ફાયરિંગમાં મૃત્યુ પામ્યો જ્યારે બીજા આતંકવાદીને જીવતો પકડી લેવામાં આવ્યો.ભાદરવી મેળામાં લાખો શ્રદ્ધાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને યોજાયેલી આ મોકડ્રીલ સફળતાપૂર્વક પૂર્ણ થયા બાદ પોલીસે તમામ સહભાગી ટીમોનો આભાર માન્યો હતો. આ મોકડ્રીલથી કટોકટીની પરિસ્થિતિમાં વિવિધ સુરક્ષા એજન્સીઓ વચ્ચેના સંકલનની ચકાસણી કરવામાં આવી હતી.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર