રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
મહેસાણા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

મહેસાણાના નાગલપુરની ઝૂંપટપટ્ટીમાં ભીષણ આગ: 10થી વધુ ઝૂંપડાં બળીને ખાખ

મહેસાણાના નાગલપુરની ઝૂંપટપટ્ટીમાં ભીષણ આગ: 10થી વધુ ઝૂંપડાં બળીને ખાખ

શહેરના નાગલપુર વિસ્તારમાં આજે વહેલી સવારે આગની એક દુર્ઘટના સર્જાઈ હતી. અહીં આવેલી એક ઝૂંપટપટ્ટીમાં અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે, સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ ગરીબ પરિવારોના આશિયાના સમાન દસેક જેટલા ઝૂંપડાં બળીને રાખ થઈ ગયા છે.વહેલી સવારે જ્યારે લોકો નિદ્રાધીન હતા અથવા વહેલી સવારની કામગીરીમાં વ્યસ્ત હતા, ત્યારે નાગલપુર વિસ્તારના ઝૂંપડાઓમાં અચાનક આગ લાગી હતી. સૂકા ઘાસ અને પ્લાસ્ટિકના તાડપત્રી જેવા જ્વલનશીલ પદાર્થોને કારણે આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને આસપાસના ઝૂંપડાઓને ઝપેટમાં લીધા હતા.

આગના સમાચાર મળતા જ મહેસાણા મહાનગરપાલિકાની ફાયર ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ફાયર ફાઈટરો અને પાલિકાના ઉચ્ચ અધિકારીઓએ સ્થળ પર પહોંચી યુદ્ધના ધોરણે આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી હતી. ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો, જેને કારણે આગ વધુ ફેલાતી અટકી હતી. સદનસીબે કોઈ પણ વ્યક્તિને ઈજા કે જાનહાનિ થઈ નથી. પરંતુ ઘર વખરીના માલમત્તાનું નુકસાન થયું છે. જ્યારે આશરે 10 જેટલા ઝૂંપડાં સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયા છે. ઝૂંપડામાં રાખેલ ઘરવખરી અને અનાજ જેવી ચીજવસ્તુઓ નાશ પામતા ગરીબ પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે. સ્થાનિક તંત્ર દ્વારા હાલ આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરવામાં આવી છે. વહેલી સવારે બનેલી આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચિંતાનું મોજું ફેરવી દીધું હતું.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર