રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
ગુજરાત| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

અમદાવાદ એરપોર્ટ પર મોટી કાર્યવાહી : બેંગકોકથી લાવવામાં આવેલો ₹2 કરોડનો 'હાઈબ્રિડ ગાંજો' ઝડપાયો

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ્સ અને સુરક્ષા એજન્સીઓએ મોટી સફળતા મેળવતા કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. બેંગકોકથી ગેરકાયદેસર રીતે ભારતમાં ઘુસાડવામાં આવતો આશરે 2.25 કિલો 'હાઈબ્રિડ ગાંજો' જપ્ત કરવામાં આવ્યો છે, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત અંદાજે ₹2 કરોડ જેટલી આંકવામાં આવી રહી છે.

વેક્યુમ પેકિંગની મોડસ ઓપરેન્ડી

પ્રાપ્ત વિગતો મુજબ, આરોપીઓ ડ્રગ્સની ગંધ ન આવે તે માટે તેને ખાસ પ્રકારના વેક્યુમ પેકિંગમાં છુપાવીને લાવ્યા હતા. એરપોર્ટ પર શંકાસ્પદ હિલચાલ જણાતા તપાસ દરમિયાન તેમના સામાનમાંથી આ પ્રતિબંધિત નશીલો પદાર્થ મળી આવ્યો હતો. સામાન્ય ગાંજા કરતા આ 'હાઈબ્રિડ ગાંજો' વધુ નશો આપતો અને મોંઘો હોવાનું માનવામાં આવે છે.

મધ્યપ્રદેશના બે શખ્સોની ધરપકડ

આ કેસમાં એજન્સીઓએ મધ્યપ્રદેશ (MP) ના બે શખ્સોની અટકાયત કરી છે. પ્રાથમિક પૂછપરછમાં બહાર આવ્યું છે કે તેઓ આ જથ્થો બેંગકોકથી લાવ્યા હતા અને તેને સ્થાનિક બજારમાં સપ્લાય કરવાનો પ્લાન હતો.

તપાસનો ધમધમાટ

  • NDPS એક્ટ: પોલીસે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
  • નેટવર્કની શોધ: આ ડ્રગ્સ રેકેટમાં અન્ય કોણ કોણ સામેલ છે અને આ જથ્થો કોને પહોંચાડવાનો હતો તે દિશામાં તપાસ તેજ કરવામાં આવી છે.
Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#Ahmedabad#airport

સંબંધિત સમાચાર