રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

એલ.સી.બી પોલીસે સુઇગામ વિસ્તાર માંથી વિદેશી દારૂ ભરેલી સ્કોર્પિયો ગાડી ઝડપી પાડી

એલ.સી.બી પોલીસે સુઇગામ વિસ્તાર માંથી વિદેશી દારૂ ભરેલી સ્કોર્પિયો ગાડી ઝડપી પાડી
સુઇગામ પો.સ્ટે.વિસ્તાર ગરાબડી ગામની સીમમાંથી મહીન્દ્રા સ્કોર્પિયો ગાડીમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ/બિયરની બોટલો નંગ.૩૨૩૪ કિ.રૂ.૭,૫૫૮૨૨/- તથા ગાડી સાથે મળી કુલ મુદામાલ કિ.રૂ.૧૭,૫૫,૮૨૨/-સાથે એક ઇસમને પકડી પાડતી એલ.સી.બી બનાસકાંઠા. એલ.સી.બી પોલીસ નો સ્ટાફ  થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ માં હતા દરમ્યાન બાતમી હકીકત આધારે પીલુડા ભારતમાલા હાઇવે રોડ ઉપર આવતાં બાતમી હકીકત મળેલ કે સાંચોર તરફથી એક નંબર વગરની કાળા કલરની સ્કોર્પિયો ગાડી જેમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી ભારતમાલા રોડ ઉપર આવનાર છે જે હકીકત આધારે નાકાબંધી કરી ઉભા હતા તે દરમ્યાન ઉપરોકત નંબર વગરની કાળા કલરની સ્કોર્પિયો ગાડી  આવતાં જેને હાથનો ઇશારો કરી ઉભી રખાવવા સારૂ પ્રયત્ન કરતાં ગાડીના ચાલકે ગાડી ઉભી રાખેલ નહી અને ભારતમાલા રોડ તરફ ભગાવી મુકેલ જેથી ખાનગી વાહનમાં પીછો કરતા થરાદ થઇ જોરાવરગઢ ટોલનાકા પાસે નીચે ઉતરી મોરવાડા બસ સ્ટેશન થઇ ત્યાંથી વળી જઇ કટાવ જતા રોડે જવા દીધેલ અને ગરાબડી ગામની સીમ ભારતમાલા પુલીયા નજીક આશરે ૮૦ કીમી સુધી પીછો કરતાં ઉપરોકત ગાડી બંધ થઇ ગયેલ ડ્રાઇવર શીટ તથા ખાલી સાઇડની શીટ માંથી બે ઇસમ નાસવા જતા એક ચાલક ઇસમને પકડી પાડેલ  ચાલકના કબ્જા ભોગવટાની સ્કોર્પિયો ગાડીમાંથી ગે.કા અને વગર પાસ પરમીટનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ/બિયરનો જ્થથો મળી આવેલ જે ગાડીનો નંબર સ્કોર્પિયો ગાડી નંબર જી.જે-૧૪-એ.એ-૩૫૬૩ નો હતો જેમાં કુલ બોટલો નંગ-૩૨૩૪ કિ.રૂા.૭,૫૫૮૨૨-નો રાખી ગે.કા. રીતે હેરાફેરી કરતા સ્કોર્પિયો ગાડી કિ.રૂા.૧૦,૦૦,૦૦૦-મળી કુલ મુદ્દામાલ કિ.રૂા.૧૭,૫૫૮૨૨-ના મુદામાલ મુદ્દામાલની હેરાફેરી કરતા પકડી પાડી બંન્ને ઇસમો વિરૂધ્ધમાં સુઇગામ પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. પકડાયેલ ઇસમો..! (૧) વિજયકુમાર જયંતીલાલ જાતે મકવાણા ઉ.વ.૩૨ ધંધો.ડ્રાઇવિંગ મુળ રહે. ગામ ડુંગરાસર તા.કાંકરેજ જી.બનાસકાંઠા હાલ રહે ગામ મ.નં. ૧૪ શીવવીલા સોસાયટી તા.હારીજ જિ.પાટણ. પકડવાના બાકી ઇસમ...! પ્રવિણ નામનો અજાણ્યો ઇસમ.
Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર