સાબરકાંઠા જિલ્લા પોલીસે ઉતરાયણ પર્વ પહેલાં મોટી કાર્યવાહી કરતાં વિવિધ વિસ્તારોમાંથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરી અને તુક્કલનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. એલસીબી પોલીસને મળેલી બાતમીના આધારે બેરણા-અગિયોલ ચોકડી પુલ નીચેથી એક પિકઅપ ડાલામાંથી રૂ. 1.20 લાખની કિંમતની ચાઈનીઝ દોરી સાથે તુલસીરામ કલાલને ઝડપી લેવામાં આવ્યો હતો. પોલીસે આરોપી પાસેથી મોબાઈલ અને પિકઅપ ડાલા સહિત કુલ રૂ. 6.25 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. અન્ય કાર્યવાહીમાં, જાદર પોલીસે અરોડા ગામથી દેવુસિંહ પરમાર પાસેથી રૂ. 2,800ની કિંમતની સાત ફિરકી ચાઈનીઝ દોરી જપ્ત કરી છે. ઈડરિયા ગઢ પાસેથી કમલ પરમાર પાસેથી રૂ. 6,000ની કિંમતની 15 ફિરકી ચાઈનીઝ દોરી મળી આવી હતી. વધુમાં, હિંમતનગર બી-ડિવિઝન પોલીસે બસ સ્ટેન્ડ વિસ્તારમાંથી ભૈરાજી ભીલ પાસેથી ચાઈનીઝ તુક્કલ જપ્ત કર્યા છે. પોલીસે તમામ આરોપીઓ સામે ગુના નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કાર્યવાહી ઉતરાયણ દરમિયાન થતાં અકસ્માતો અને જાનહાનિ અટકાવવાના ભાગરૂપે કરવામાં આવી છે.
ચાઈનીઝ દોરી અને તુક્કલનો મોટો જથ્થો ઝડપી પાડ્યો :પિકઅપ ડાલા સહિત 6.25 લાખનો મુદ્દામાલ જપ્ત

સંબંધિત સમાચાર
સાબરકાંઠાપ્રાંતિજ-હરસોલ માર્ગ પર ખાડાઓથી છુટકારો અપાવવા માર્ગ અને મકાન વિભાગ દ્વારા રિપેરિંગ કામગીરી હાથ ધરાઈ
1 દિવસ પહેલા
સાબરકાંઠાહિંમતનગર: રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત ચૂંટાયેલા પ્રતિનિધિઓ માટે ક્ષમતા નિર્માણ તાલીમ યોજાઈ
3 દિવસ પહેલા
સાબરકાંઠાહિંમતનગર બાયપાસ બ્રિજ પર જળબંબાકાર: ધારાસભ્ય V.D. ઝાલાની લાલ આંખથી તંત્ર અને કોન્ટ્રાક્ટરમાં દોડધામ
5 દિવસ પહેલા
સાબરકાંઠાચાંદીપુરા વાયરસ સામે મોરચો: સાબરકાંઠામાં સ્થિતિની સમીક્ષા માટે ICMR પુડુચેરીની કેન્દ્રીય ટીમ મેદાને
5 દિવસ પહેલા
