રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
બનાસકાંઠા24 જૂન, 2026| Super Admin

રામપુરામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ધામધૂમથી ઉજવાયો

રામપુરામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ધામધૂમથી ઉજવાયો

476 વિદ્યાર્થીઓને અપાયો પ્રવેશ, 12 દીકરીઓ માટે ‘દતક યોજના’ અંતર્ગત શૈક્ષણિક સહાયની જાહેરાત

રામપુરા ખાતે શ્રી સંસ્કાર મંડળ સંચાલિત મહંતશ્રી કે.ડી. આદર્શ હાઈસ્કૂલમાં બુધવારે કન્યા કેળવણી મહોત્સવ તથા શાળા પ્રવેશોત્સવ-2026/27નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં શ્રી સંસ્કાર મંડળના પ્રમુખ પ.પૂ. મહંતશ્રી 1008 રૂપપુરીજી મહારાજ તથા મેનેજિંગ ટ્રસ્ટી સુશ્રી નિર્મલપુરીજી માતાજીના આશીર્વાદ અને પ્રેરક ઉપસ્થિતિમાં ધોરણ 9 અને 11માં કુલ 476 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો, જેમાં 222 દીકરીઓ અને 254 દીકરાઓનો સમાવેશ થાય છે.

કાર્યક્રમમાં ગુજરાત સરકારના પ્રતિનિધિ અને ક્લાસ-1 અધિકારી જયેશભાઈ બી. પટેલ (જોઈન્ટ સેક્રેટરી, અર્બન ડેવલપમેન્ટ એન્ડ અર્બન હાઉસિંગ વિભાગ, ગાંધીનગર) તથા રાજ્યસભાના પૂર્વ સાંસદ દિનેશભાઈ અનાવાડિયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્યથી કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો. શાળાની વિદ્યાર્થીનીઓએ સ્વાગત ગીત રજૂ કરી મહેમાનોનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.

નવીન પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને કંકુ તિલક કરી, મોં મીઠું કરાવી તથા અભ્યાસ માટે ઉપયોગી સાહિત્ય કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જ્ઞાનસાધના અને NMMS જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મેળવનાર વિદ્યાર્થીઓને ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.કાર્યક્રમની વિશેષતા તરીકે મહંતશ્રી રૂપપુરીજી મહારાજ અને નિર્મલપુરીજી માતાજીએ “દતક યોજના” અંતર્ગત 12 દીકરીઓને દત્તક લઈ તેમના ગણવેશ, પુસ્તકો તથા અન્ય શૈક્ષણિક ખર્ચ માટે સહાય આપવાની જાહેરાત કરી હતી. આ પહેલને ઉપસ્થિતોએ શિક્ષણક્ષેત્રે પ્રેરણાદાયી અને અનોખું પગલું ગણાવ્યું હતું.

આ પ્રસંગે સંચાલક મંડળના ગિરીશભાઈ દેસાઈ, થાનાજી હરિયાળ, જયેશભાઈ દેસાઈ, રામજીભાઈ દેસાઈ, જગમાલભાઈ દેસાઈ, ડો. જગદીશભાઈ ઠક્કર સહિત વિવિધ શાળાઓના આચાર્યો, વાલીઓ અને આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે વૃક્ષારોપણ તેમજ સંસ્કૃત કક્ષાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ શાળાના સ્ટાફની મહેનતથી સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.

સંબંધિત સમાચાર