રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
બનાસકાંઠા3 ઑગસ્ટ, 2026| Super Admin

અંબાજીમાં આંગણવાડી બહેનોની બેઠક: ૧૭ ઓગસ્ટથી અચોક્કસ મુદતના આંદોલનની ચીમકી

અંબાજીમાં આંગણવાડી બહેનોની બેઠક: ૧૭ ઓગસ્ટથી અચોક્કસ મુદતના આંદોલનની ચીમકી

બનાસકાંઠા જિલ્લાની આંગણવાડી વર્કર બહેનોના વિવિધ પ્રશ્નોને લઈને લાંબા સમયથી ચાલી રહેલી લડત હવે વધુ ઉગ્ર બનતી જોવા મળી રહી છે. યાત્રાધામ અંબાજીમાં ભારતીય મજદૂર સંઘના બેનર હેઠળ આંગણવાડી વર્કર બહેનો, મંદિરોમાં આઉટસોર્સથી કાર્યરત કર્મચારીઓ તેમજ સફાઈ કામદારોની બેઠક યોજાઈ હતી. બેઠકમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન આંગણવાડી વર્કર બહેનોએ અધિકારીઓ પર ગંભીર આક્ષેપો કરતાં જણાવ્યું હતું કે તેમની ક્ષમતા કરતાં વધુ કામગીરી સોંપવામાં આવે છે અને વારંવાર માનસિક હેરાનગતિનો સામનો કરવો પડે છે. ઉપરાંત, છેલ્લા આઠ મહિનાથી વિવિધ બિલોના ચૂકવણાં બાકી હોવાના કારણે માત્ર રૂ. 10 હજારના મહેનતાણામાં પરિવારનું ગુજરાન ચલાવવા સાથે આંગણવાડીના બાળકો પાછળ પણ ખર્ચ કરવો પડે છે.

65.jpg 179.66 KB
આંગણવાડી બહેનોએ વધુમાં જણાવ્યું હતું કે તેમની પાસેથી ઓનલાઈન અને ઓફલાઈન બંને પ્રકારની કામગીરી લેવામાં આવે છે, જેના કારણે કામનો બોજો વધી રહ્યો છે. એક જ પ્રકારની કામગીરી રાખવાની તેમજ છ માસથી ત્રણ વર્ષના બાળકો માટેના પોષણક્ષમ આહારનું વિતરણ સસ્તા અનાજની દુકાન અથવા  એફ.એસ.પી.મારફતે કરવાની માંગ કરવામાં આવી હતી.જિલ્લા આંગણવાડી વર્કર એસોસિયેશન, બનાસકાંઠાના પ્રમુખ ઇલાબેન રાઠોડે જણાવ્યું હતું કે હાલમાં આંગણવાડી બહેનોએ લાભાર્થીઓના ઘરે જઈને આહાર પહોંચાડવો પડે છે. ઘણા લાભાર્થીઓ પાસે મોબાઈલ ન હોવાના કારણે ઓનલાઈન પ્રક્રિયામાં મુશ્કેલીઓ ઊભી થાય છે અને ખોટા આક્ષેપોનો પણ સામનો કરવો પડે છે.

ભારતીય મજદૂર સંઘના બનાસકાંઠા મહામંત્રી વનીતાબેન પરમારે જણાવ્યું હતું કે આંગણવાડી વર્કરોના પ્રશ્નોને લઈને નામદાર કોર્ટ દ્વારા અનુકૂળ ચુકાદો આપવામાં આવ્યો હોવા છતાં સરકાર તેનો અમલ કરતી નથી. આ ચુકાદાની તાત્કાલિક અમલવારી કરવાની માંગ સાથે જો સરકાર યોગ્ય નિર્ણય નહીં લે તો આગામી 17 ઓગસ્ટથી અચોક્કસ મુદતના આંદોલનની ચીમકી આપવામાં આવી છે.

  ઉત્તર ગુજરાત ભારતીય મજદૂર સંઘના પ્રભારી મહામંત્રી બાબુસિંહ ગોહિલે જણાવ્યું હતું કે મંદિરોમાં આઉટસોર્સથી કામ કરતા કર્મચારીઓનું સંચાલન સીધું મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે તો કર્મચારીઓ તેમજ ટ્રસ્ટ બંનેને લાભ થશે. તેમણે આંગણવાડી વર્કર બહેનોને લઘુત્તમ વેતન ધારા મુજબ મહેનતાણું ચૂકવવાની પણ ઉગ્ર માંગ કરી હતી. માંગણીઓ નહીં સ્વીકારાય તો ભારતીય મજદૂર સંઘ રાજ્યવ્યાપી આંદોલન કરશે તેવી ચેતવણી પણ ઉચ્ચારી હતી.

ટેગ્સ:#Ambaji#Banaskantha

સંબંધિત સમાચાર