રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા3 ઑગસ્ટ, 2026| Super Admin

ડીસા: ચેક રિટર્ન કેસમાં ફ્રૂટના વેપારીને એક વર્ષની કેદની સજા

ડીસા: ચેક રિટર્ન કેસમાં ફ્રૂટના વેપારીને એક વર્ષની કેદની સજા

ડીસાના વિ. જે. પટેલ શાકમાર્કેટમાં આશિષ ટ્રેડિંગ નામની પેઢી ધરાવતા દિનેશ રૂપાજી કચ્છવા તેમના જ સમાજના અને માર્કેટમાં રૂપનાથ ટ્રેડિંગ નામની ફ્રુટની પેઢી ધરાવતા ટાંક મુકેશ મફાજી (રહે. માલગઢ) સાથે સંબંધ હોવાથી ફ્રૂટ તેમજ બટાકાનો અવારનવાર વેપાર કરી રહ્યા હતા અને બંને વેપારીઓ વચ્ચે સારા સંબંધ સ્થાપિત થતા ફરિયાદી દિનેશ કચ્છવાએ રૂ. 29,35,411 નો બાકીમાં માલ આપેલ હતો.જે સામે અલગ અલગ રકમ પેટે રૂ. 13,82,438 ચુકવી દીધેલ અને બાકી રહેતા રૂ 15,52,973 લેવાના બાકી નીકળતા હતા. જે બાબતે ફરિયાદીએ આરોપી પાસે વારંવાર ઉઘરાણી કરેલ ત્યારે આરોપીએ ડીસા એચડીએફસી બેન્કનો રૂ. 10,00,000 નો ચેક અને અન્ય બીજો ચેક રૂ.5,50,973 નો આપેલ. આમ બે ચેક આપેલ હતા. જે ચેક બેંકમાં જમા કરાવતા ખાતામાં પૂરતી રકમ ન હોવાના કારણે બેંકમાંથી ચેક પરત ફરેલ. 

જેથી ફરિયાદી દિનેશ કચ્છવાએ આરોપીને પૈસા આપવાની વિનંતી કરેલ પરંતુ આરોપી વારંવાર વાયદા આપી પૈસા આપતા ન હોઈ આખરે ફરિયાદી દિનેશ કચ્છવાએ ડીસાના જાણીતા એડવોકેટ એસ. પી. સાંખલા મારફત ડીસા તાલુકાના નામદાર એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં કેસ દાખલ કરેલ અને જે કેસ ચાલી જતા કોર્ટે આરોપી ટાંક મુકેશ મફાજીને એક વર્ષની સજા ફટકારી હતી અને બે માસમાં રકમ ચૂકવી દેવાનો હુકમ કર્યો હતો અને જો રકમ ન ચૂકવે તો વધુ છ માસની સજાનો હુકમ કર્યો હતો. વિદ્વાન જજ માહિરશાદ નૈસાદહુસેન સૈયદએ આ ચુકાદો આપી ચેક આપી નાણા ના ચુકવનાર આરોપીઓ માટે દાખલા રૂપ સજા ફટકારી હતી.

ટેગ્સ:#Deesa

સંબંધિત સમાચાર