રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
બનાસકાંઠા2 ડિસેમ્બર, 2024| Super Admin

પાલનપુરમાં સાયબર ક્રાઈમ નો ભોગ બનેલા લોકોના નાણાં પરત મેળવવા લાંબી લાઈનો જોવા મળી

પાલનપુરમાં સાયબર ક્રાઈમ નો ભોગ બનેલા લોકોના નાણાં પરત મેળવવા લાંબી લાઈનો જોવા મળી

પાલનપુરમાં સાયબર ક્રાઈમ નો ભોગ બનેલા લોકો નાણાં પરત મેળવવા સાયબર ક્રાઇમ પોલીસ મથકે અરજી કરવા આવી પહોંચ્યા સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા 700 જેટલા લોકોને મેસેજ કરી અને અરજી કરવા માટે બોલાવતા લોકોની કતારો જોવા મળી બનાસકાંઠા જિલ્લામાં સાયબર ફ્રોડનો ભોગ બનેલા લોકો માટે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન કાર્યરત છે જેમાં જિલ્લામાં અનેકવાર સાયબર ફ્રોડ ના બનાવો સામે આવતા હોય છે. જેમાં ઓટીપી તેમજ અજાણી લિંક ખોલવાથી લોકો ના બેંકમાં રહેલા નાણાં ઉપડી જતા હોય છે અને લોકો ને સાયબર ફ્રોડ ભોગ બંને છે જોકે સાયબર ક્રાઇમ વિભાગ દ્વારા લોકોની જાગૃતિ માટે અનેક વાર જાગૃતિના કાર્યક્રમો પણ કરવામાં આવે છે ને લોકોને ચેતવણી પણ આપવામાં આવતી હોય છે તેમ છતાં પણ લોકો અનેકવાર સાયબર ક્રાઇમનો ભોગ બનતા હોય છે. 

બનાસકાંઠા જિલ્લામાં સાયબર ફ્રોડનો ભોગ બનેલા લોકોને નાણાં પરત મળે તે માટે પાલનપુર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા 700 જેટલા લોકોને મેસેજ કરી અને અરજી કરવા માટે સાયબર ક્રાઇમ પોલીસ મથકે બોલાવવામાં આવ્યા હતા ત્યારે 700 જેટલા લોકો પોતાની અરજી માટે સાયબર ક્રાઇમ પોલીસ મથકે આવતા પોલીસ મથકે લોકોની કતારો જોવા મળી હતી. જોકે સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા આ તમામ લોકોને અરજીઓ સ્વીકારી અને તેને કોર્ટમાં મૂકવામાં આવશે તેમ સાયબર કાયમ પોલીસ મથકના સૂત્રોએ જણાવ્યું હતું અને કોર્ટની કામગીરી પૂર્ણ થયા બાદ જે તે બેંકના અધિકારીઓને આ બાબતે જાણ કરવામાં આવશે અને ત્યારબાદ જે લોકો સાયબર ફ્રૂડનો ભોગ બન્યા છે અને તેમના નાણા ગુમાવ્યા છે તેવા લોકોને નાણાં પરત મળશે જોકે પાલનપુર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા અનેકવાર લોકોને સાયબર ફ્રોડનો શિકાર ના બને તેને લઈ અને જાગૃતિના કાર્યક્રમો કરવામાં આવતા હોય છે ત્યારે લોકોએ પણ હવે સાયબર ફ્રોડ નો શિકાર ના બંને તેને લઈને ચેતવા ની જરૂર છે.

ટેગ્સ:#Palanpur#cybercrime

સંબંધિત સમાચાર