રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
બનાસકાંઠા3 મે, 2025| Super Admin

ડીસામાં મુમુક્ષોની વરસી દાન યાત્રા શહેરના રાજમાર્ગો ઉપર નીકળી

ડીસામાં મુમુક્ષોની વરસી દાન યાત્રા શહેરના રાજમાર્ગો ઉપર નીકળી
દીક્ષા સાથે ૩૧ દિવસીય બ્રહ્મચર્યોત્સવનું સમાપન પૂ.ભગવંતના સંયમ જીવનના ૫૦ માં વર્ષમાં મંગળ પ્રવેશની અનુમોદના; ડીસા શહેરમાં છેલ્લા એક મહિનાથી ચાલી રહેલા ભવ્ય બ્રહ્મચર્યોત્સવનો એક મહત્વપૂર્ણ દિવસ હતો. મુમુક્ષુઓના વરસી દાનનો ભવ્ય વરઘોડો નીકળ્યો, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. આ વરઘોડો શહેરના મુખ્ય માર્ગો પર ફર્યો હતો અને લોકોએ ભાવપૂર્વક મુમુક્ષુઓને વધાવ્યા હતા.આજે આ બ્રહ્મચર્યોત્સવનું સમાપન થશે.મુમુક્ષુઓ દીક્ષા ગ્રહણ કરશે અને ત્યાર બાદ સમાપન સમારોહ યોજાશે. આ પ્રસંગે પ.પૂ. આ. ભગવંત શ્રીમદ્ વિજય બોધિરત્નસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્નો પ.પૂ.આ. ભગવંત શ્રીમદ્ વિજય તપોરત્નસૂરીશ્વરજી મહારાજા તથા પ.પૂ.આ. ભગવંત શ્રીમદ્ વિજય કુલરત્નસૂરીશ્વરજી મહારાજાના નિર્મળ સંયમ જીવનના ૫૦ માં વર્ષમાં મંગલ પ્રવેશની અનુમોદના કરવામાં આવી રહી છે. આ શુભ અવસરે ડીસામાં ૩૧ દિવસીય બ્રહ્મચર્યોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.આ મહોત્સવનો મુખ્ય ઉદ્દેશ્ય જન જનના હૃદયમાં બ્રહ્મચર્યના મહત્વને ઉજાગર કરવાનો હતો. આ ૩૧ દિવસ દરમિયાન જૈન તત્વજ્ઞાનના વિવિધ પાસાઓ પર પ્રવચનો, ૫૧ માં વર્ષમાં મંગલ પ્રવેશની ઉજવણી, વરસી દાનનો વરઘોડો અને દીક્ષા પ્રવચન જેવા અનેક કાર્યક્રમો યોજાયા હતા. ધી નવાડીસા શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘની આજ્ઞાથી પરિવાર તેમજ ગુરુભક્ત પરિવારના સભ્યોએ આ ઉત્સવને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી. ડીસા અને બનાસકાંઠા ઉપરાંત સમગ્ર દેશભરમાંથી મોટી સંખ્યામાં ભાવિકોએ આ વિવિધ કાર્યક્રમોમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો અને ધર્મલાભ મેળવ્યો હતો. આજે યોજાનાર દીક્ષા સમારોહ અને સમાપન કાર્યક્રમ પણ ભવ્ય રીતે સંપન્ન થશે.

સંબંધિત સમાચાર