રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
ગુજરાત1 માર્ચ, 2026| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

હિંમતનગર પોલીસે આવાસ યોજનાના મકાનમાં દરોડા પાડીને 6 કિલો ગાંજાના જથ્થા સાથે એક વ્યક્તિ ને ઝડપી પાડ્યો


(જી.એન.એસ) તા. ૧

(જીતુ ઉપાધ્યાય)

હિંમતનગર,

નશીલા પદાર્થ નું વહેચણ અટકાવવામાં અને આ કાળા કારોબારને નાબુદ કરવામાં હિંમતનગર પોલીસને વધુ એક સફળતા મળી છે જેમાં, શહેરના હડિયોલપુલ છાપરિયા વિસ્તારમાં આવેલી આવાસ યોજનામાં બાતમીના આધારે દરોડો પાડી ગાંજાનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. આવાસ યોજનાના બી-બ્લોકમાં આવેલા એક મકાનમાંથી પોલીસે લાખોની કિંમતનો ગાંજો જપ્ત કરી એક આરોપીની ધરપકડ કરી છે, જ્યારે અન્ય બે શખસોની શોધખોળ શરૂ કરી છે.

હિંમતનગર ‘એ’ ડિવિઝન પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે આવાસ યોજનાના એક મકાનમાં માદક પદાર્થોનો સંગ્રહ કરવામાં આવ્યો છે. આ બાતમીના આધારે ટીમે દરોડો પાડ્યા હતા. ઘરની તપાસ દરમિયાન પ્લાસ્ટિકના બે થેલામાં સંતાડીને રાખેલો ગાંજો મળી આવ્યો હતો. પોલીસે કુલ 6 કિલો 413 ગ્રામ ગાંજો જપ્ત કર્યો છે. પકડાયેલા ગાંજાની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત આશરે 3,20,650 રૂપિયા જેટલી થાય છે.

આ મામલે પોલીસે મકાનમાં હાજર શંકર સલાટ નામના શખસની ધરપકડ કરી છે. જોકે, આ ગુનામાં અન્ય સવાભાઈ અને ભરત નામના આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી તપાસ તેજ કરી છે. ત્રણેય આરોપીઓ વિરુદ્ધ પોલીસે NDPS Act (નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ) હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ જથ્થો પોશીનાથી કોણે મોકલ્યો હતો અને હિંમતનગરમાં કોને પહોંચાડવાનો હતો, તે દિશામાં પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.



Source link

સંબંધિત સમાચાર