રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
મહેસાણા18 મે, 2026| Super Admin

વિસનગરમાં ફાર્માસિસ્ટની બદલી અને તપાસના આદેશથી હેલ્થ વિભાગમાં ફફડાટ

વિસનગરમાં ફાર્માસિસ્ટની બદલી અને તપાસના આદેશથી હેલ્થ વિભાગમાં ફફડાટ

વિસનગર સિવિલ હોસ્પિટલ વિવાદમાં પૂરતી દવાઓ હોવા છતાં દર્દીઓને ધક્કા ખવડાવનાર જુનિયર ફાર્માસિસ્ટ સામે સરકારે આકરા પગલાં લેતા છેક કચ્છમાં બદલી કરવાની સાથે ખાતાકીય તપાસના આદેશ છૂટતા ફફડાટ વ્યાપી ગયો છે.

ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા સરકારી હોસ્પિટલોમાં દર્દીઓ પ્રત્યે બેદરકારી દાખવતા કર્મચારીઓ સામે લાલ આંખ કરવામાં આવી છે. વિસનગર સિવિલ હોસ્પિટલમાં પૂરતી દવાઓ ઉપલબ્ધ હોવા છતાં ગરીબ અને મધ્યમવર્ગીય દર્દીઓને કલાકો સુધી લાઈનમાં ઊભા રાખી, "દવા નથી" કહીને હેરાન કરવાના ગંભીર મામલે રાજ્ય સરકારે કડક એક્શન લીધા છે. હોસ્પિટલના જુનિયર ફાર્માસિસ્ટ પ્રશાંત શ્રીમાળી સામે તાત્કાલિક અસરથી શિક્ષાત્મક પગલાં ભરીને તેમની કચ્છ ખાતે બદલી કરી દેવામાં આવી છે અને સાથે જ તેમની વિરુદ્ધ કડક ખાતાકીય તપાસના આદેશો પણ જારી કરાયા છે.

ગાંધીનગરની તપાસ ટીમનો ચોંકાવનારો ખુલાસો

છેલ્લા ઘણા સમયથી વિસનગર સિવિલ હોસ્પિટલમાં દવાઓ ન મળતી હોવાની તેમજ સ્ટાફના ઉદ્ધત અને અસભ્ય વર્તનની વ્યાપક ફરિયાદો ગાંધીનગર આરોગ્ય વિભાગ સુધી પહોંચી રહી હતી. આ મામલાની ગંભીરતાને ધ્યાને લઈને ગાંધીનગરથી એક વિશેષ તપાસ ટીમને ઓચિંતી તપાસ માટે વિસનગર સિવિલ હોસ્પિટલ મોકલવામાં આવી હતી. આ તપાસ દરમિયાન ચોંકાવનારી હકીકતો પ્રકાશમાં આવી હતી. હોસ્પિટલના સ્ટોકમાં દર્દીઓ માટે જરૂરી દવાઓનો પૂરતો જથ્થો હાજર હતો, તેમ છતાં ફરજ પરના ફાર્માસિસ્ટ દ્વારા ગરીબ દર્દીઓને ખોટા બહાના હેઠળ દવાઓ આપવાનો ઇનકાર કરવામાં આવતો હતો અને તેમને ધક્કા ખવડાવવામાં આવતા હતા.

અંતરિયાળ ગામડાના ગરીબ દર્દીઓની કફોડી સ્થિતિ

વિસનગર સિવિલ હોસ્પિટલમાં માત્ર સ્થાનિક શહેરી વિસ્તારના જ નહીં, પરંતુ આસપાસના અંતરિયાળ અને દૂર-દૂરના ગામડાઓમાંથી મોટી સંખ્યામાં ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોના દર્દીઓ મફત સારવાર અને દવાના આશરે આવતા હોય છે. આ દર્દીઓ વહેલી સવારથી કલાકો સુધી લાઈનમાં ઊભા રહેતા હોવા છતાં, સમયસર દવા ન મળવાને કારણે ભારે હાલાકી ભોગવવી પડતી હતી. ઘણીવાર દર્દીઓને નાછૂટકે ખાનગી મેડિકલ સ્ટોરમાંથી મોંઘા ભાવની દવાઓ ખરીદવાની ફરજ પડતી હોવાની વિગતો પણ તપાસમાં સામે આવી છે.પ્રશાંત શ્રીમાળી સામે લેવાયેલા પગલાંએ અન્ય સ્ટાફ માટે એક કડક ચેતવણી સમાન મેસેજ આપ્યો છે કે દર્દીઓની સેવામાં કોઈપણ પ્રકારની આળસ કે ગુનાહિત બેદરકારી ચલાવી લેવામાં આવશે નહીં.

આગામી સમયમાં વધુ કડક પગલાંની શક્યતા

હાલમાં જુનિયર ફાર્માસિસ્ટની કચ્છ ખાતે બદલી કરીને તેમની સામે ખાતાકીય તપાસની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. સચિવાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર, તપાસ સમિતિનો આખરી અહેવાલ આવ્યા બાદ દોષિત કર્મચારીને સેવામાંથી સસ્પેન્ડ કરવા સુધીની આકરી સજા પણ થઈ શકે છે. આ ઉપરાંત, હોસ્પિટલના અન્ય કોઈ ઉચ્ચ અધિકારીઓ કે વહીવટી સ્ટાફની આમાં મિલીભગત છે કે કેમ, તે દિશામાં પણ તપાસ લંબાવવામાં આવી રહી છે, જેને પગલે આગામી દિવસોમાં વધુ કેટલાક મોટા માથાઓ સામે ગાજ પડે તેવી પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે.

સંબંધિત સમાચાર