રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

બનાસકાંઠા જિલ્લાના 213 પરીક્ષા કેન્દ્રો ઉપર મુખ્યમંત્રી જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન

બનાસકાંઠા જિલ્લાના 213 પરીક્ષા કેન્દ્રો ઉપર મુખ્યમંત્રી જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન
ધોરણ આઠમાં અભ્યાસ કરતાં વિધાર્થીઓએ પરીક્ષા આપી; બનાસકાંઠા જિલ્લામાં રાજય પરીક્ષા બોર્ડ, ગુજરાત રાજય, ગાંધીનગર દ્વારા લેવામાં આવતી મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ પરીક્ષા શનિવારે શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ હતી.ધોરણ 8 માં અભ્યાસ કરતાં કુલ 51050 વિધાર્થીઓએ નોંધણી કરાવી હતી. જ્યાં શનિવારે જિલ્લાના કુલ 213 કેન્દ્રો ઉપર 1824 બ્લોકમાં 41217 વિધાર્થીઓ પરીક્ષા આપવા બેઠા હતાં. જિલ્લાના કુલ 213 પરીક્ષા કેન્દ્રો ઉપર સવારે 11 થી 1:30 કલાકે યોજાયેલ પરીક્ષામાં 1824 બ્લોકમાં 41217 વિધાર્થી એટલે કે 80.74 ટકા વિધાર્થીઓ હાજર રહીને પરીક્ષા આપી હતી. બનાસકાંઠા જિલ્લા શિક્ષણ અધિકારી ડો.હિતેશ આર.પટેલે જણાવ્યું હતું કે બનાસકાંઠા જિલ્લાના તમામ પરીક્ષા કેન્દ્રો પર શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા સંપન્ન થઈ હતી.
Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર