- હોમ
- /આંતરરાષ્ટ્રીય
- /મેક્સિકોમાં બંદૂકધારીઓએ અંધાધૂંધ ગોળીબાર કર્યો ફાયરિંગની ઘટનામાં 8 લોકોના મોત
આંતરરાષ્ટ્રીય| રખેવાળ ન્યૂઝ ડેસ્ક
મેક્સિકોમાં બંદૂકધારીઓએ અંધાધૂંધ ગોળીબાર કર્યો ફાયરિંગની ઘટનામાં 8 લોકોના મોત

ઉત્તર-મધ્ય મેક્સિકોમાં એક રસ્તાની બાજુની દુકાન પર બંદૂકધારીઓએ ગ્રાહકો અને પસાર થતા લોકો પર ગોળીબાર કરતાં આઠ લોકો માર્યા ગયા અને અન્ય બે ઘાયલ થયા. અધિકારીઓએ આ ઘટના અંગે માહિતી આપી છે. આ શૂટિંગ અપાસિયો અલ ગ્રાન્ડે શહેરમાં થયું હતું. આ પ્રાંતમાં ગેંગ વચ્ચે ગોળીબારના બનાવો પ્રકાશમાં આવતા રહે છે. ફાયરિંગમાં એક પુરુષ અને એક મહિલા પણ ઘાયલ થયા છે. ઘાયલોની સ્થિતિ વિશે હાલ કોઈ માહિતી ઉપલબ્ધ નથી.
ફાયરિંગની ઘટનાઓ વધી
ગયા મહિને નવેમ્બરમાં મેક્સિકોના દક્ષિણ-પૂર્વ ભાગમાં બંદૂકધારીઓએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. ગોળીબારની આ ઘટના દરિયાકાંઠાના પ્રાંત તાબાસ્કોમાં બની હતી. આ હુમલામાં છ લોકોના મોત થયા હતા અને પાંચ લોકો ઘાયલ થયા હતા. એટલું જ નહીં, નવેમ્બરની શરૂઆતમાં જ સેન્ટ્રલ મેક્સિકોના એક બારમાં બંદૂકધારીઓએ ગોળીબાર કર્યો હતો, જેમાં 10 લોકો માર્યા ગયા હતા અને 13 લોકો ઘાયલ થયા હતા.
Google પર રખેવાળને પસંદ કરોસંબંધિત સમાચાર
આંતરરાષ્ટ્રીયડોનાલ્ડ ટ્રમ્પનો મોટો દાવો, ઈરાન સાથે યુદ્ધ ટૂંક સમયમાં સમાપ્ત થશે
20 મિનિટ પહેલા
આંતરરાષ્ટ્રીયઇન્ડિગોએ 24 ઓક્ટોબર સુધી સાઉદી અરેબિયાની ફ્લાઇટ્સ રદ કરી
1 દિવસ પહેલા
આંતરરાષ્ટ્રીયરશિયામાં 6.9 ની તીવ્રતા જોરદાર ભૂકંપ આવ્યો, લોકો ડરીને ઘરની બહાર દોડ્યા
1 દિવસ પહેલા
આંતરરાષ્ટ્રીયસ્ટારલિંક સાથેની સ્પર્ધા પર રિલાયન્સનો મોટો જવાબ, કહ્યું- અમે ક્યારેય સ્પર્ધાથી ડર્યા નથી
1 દિવસ પહેલા
